મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર:ડાંગ-નવસારી જિલ્લામાં પેન્શનર્સ મંડળનું વિવિધ મુદ્દાઓના નિરાકરણ માટે આવેદન

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લા તાલુકા પેન્શનર્સ મંડળ દ્વારા વિવિધ મુદ્દાઓનાં નિરાકરણ માટે મુખ્યમંત્રીને સંબોધીને ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ગુજરાત રાજ્યનાં પેન્શનર્સ મંડળનાં પડતર પ્રશ્નોનું આજદિન સુધીમાં નિરાકરણ નહીં આવતા સોમવાર દરેક જિલ્લાનાં પેન્શનર્સ મંડળો દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

ડાંગ જિલ્લા તાલુકા પેન્શનર્સ મંડળ દ્વારા ડાંગ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે પેન્શનર્સનાં તબીબી ભથ્થામાં સુધારો કરવો, સાતમા પગાર પંચ મુજબ 2.97 ટકા પેન્શનમાં જોડાણ કરી ચૂકવણી કરવી, વ્યાજની ટકાવારી જાહેર કરવી, જૂની પેન્શન યોજના લાગુ કરવી, પેન્શન વધારાની ફોર્મ્યુલા, આવકવેરામાંથી મુક્તિ, પેન્શનર્સનાં આશ્રિતોને ચૂકવણી, વન રેન્ક પેન્શન યોજના લાગુ કરવી, એલ.ટી.સી બેઝ, કાર્યાલય ફાળવવી, સલાહકાર સમિતિની રચના, મોંઘવારી ભથ્થુ, કોરોના કાળનાં બીલો, પેન્શન અદાલત સહિતનાં વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં લઈ હકારાત્મક ઉકેલની માંગણી કરી છે. જો પેન્શનર્સ મંડળની માંગણીનો સરકાર દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા હકારાત્મક ઉકેલ નહીં આપવામાં આવે તો ગાંધીચીધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

નવસારીમાં પેન્શનર મંડળનું માંગણીઓ સંદર્ભે આવેદન
નવસારી જિલ્લા પેન્શનર મંડળની આગેવાનીમાં સરકારના પેન્શનરોને થતા અન્યાય બાબતે તેમજ હાલના સરકારી કર્મચારીઓનને માટે જૂની પેન્શન યોજના અમલી કરવા, મેડિકલ રાહત માટેની રકમમાં વધારા જેવી અનેક માંગણીનું આવેદન ગુજરાત રાજ્ય સરકારને મોકલવા આરડીસી કેતન જોષીને સુપરત કરાયું હતું.

નવસારી જિલ્લા પેન્શનર મંડળના પ્રમુખ ઠાકોરભાઈ પટેલ, મહામંત્રી ઠાકોરભાઈ, કારોબારી સભ્યો ઉપરાંત નવસારી-જલાલપોર તાલુકા પેન્શનર મંડળના ઉપપ્રમુખ દિલીપ નાયક, મંત્રી મણીભાઈ પટેલ આવેદન આપવા જોડાયા હતા. અધિક નિવાસી કલેકટર કેતન જોષીએ આ માંગણીઓનું આવેદન રાજ્ય સરકારમાં ઉચ્ચસ્તરે મોકલી પેન્શનર મંડળને ન્યાય મળે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...