ડાંગ જિલ્લા બહુજન સમાજ પાર્ટીના કાર્યકરો દ્વારા બુધવારે સુબીર મામલતદારને આવેદનપત્ર આપી સુબીર વિસ્તારમાં 4-જી નેટવર્ક ઉપલબ્ધ કરાવવા માટે જણાવાયું છે. તેમના દ્વારા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. ગત મતદાન પ્રચાર દરમિયાન મંત્રી ગણપત વસાવાએ આગામી માર્ચ-2021 મહિનાથી ડાંગના ખૂણે ખૂણામાં નેટવર્ક ઉપલબ્ધ હશે તેવું જણાવ્યું હતું. જેને મહિનાઓ વિતી જવા છતાં હજુ સુધી મોબાઇલ નેટવર્ક સમસ્યા હલ થઇ નથી.
સુબીર વિસ્તારના અગ્રણીઓ દ્વારા મોબાઇલ નેટવર્કની સમસ્યા બાબતે અવારનવાર સંબંધિત તંત્રનું ધ્યાન દોર્યું છે છતા પણ તંત્ર દ્વારા નિષ્કાળજી દાખવી છે. ડાંગ બહુજન સમાજ પાર્ટીએ બુધવારે સુબીરમાં વિરોધ પ્રદર્શન કરી તેમની સમસ્યાનું નિરાકરણ ન આવશે તો તેમના દ્વારા આગામી દિવસોમાં જલદ આંદોલન કરાશે તેવી ચીમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.