હાલાકી:ડાંગમાં આત્મનિર્ભર યોજનામાં બેંકના પોતાની મરજીના ફોર્મ, સહકારી બેંકના ફોર્મને લઇ અરજદારો મૂંઝવણમાં

આહવા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત સરકારની આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના હેઠળ નાના વેપારી અને શ્રમિકોને 1 લાખની લોન માટે સરકારે મોટી-મોટી જાહેરાત કરી છે. અહીં જિલ્લામાં આવેલ એકમાત્ર વલસાડ ડિસ્ટ્રિક્ટ  સેન્ટ્રલ બેંકનાં નીતિ-નિયમો લોન લેવાનું વિચારનાર ગ્રાહકોની ઈચ્છા પર પાણી ફરી રહ્યું છે.

લોકાડાઉનની મહામારીનાં કારણે મંદીમાં ધકેલાઈ ગયેલા નાના વેપારી કે કામદારો માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલમાં મુકી છે. આ યોજનામાં નાના વેપારી કે કામદારો રૂ. 1 લાખ સુધી લોન સરકારની ગેરેન્ટી પર આપવાની જાહેરાત કરી છે. નાના વેપારી કે કામદારોએ કોઈપણ પ્રકારનાં જામીનદાર બેંકમાં આપવાનાં રહેતાં નથી પરંતુ ડાંગમાં એકમાત્ર સહકારી વલસાડ ડિસ્ટ્રિકટ સેન્ટ્રલ કો.ઓ બેંક લિ.  અજદારોને લોન મંજુર કરાવવા માટે સરકારની યોજના મુજબ નહીં પરંતુ પોતાની મરજી મુજબ  બે જામીનદાર, વેપાર-ધંધાનું ગુમાસ્તાધારા સર્ટીફિકેટ, લાયસન્સ, રજીસ્ટ્રેશન ધરાવતાં હોવાં જોઈએ, અરજદાર બેંકનાં કાર્યક્ષેત્રમાં રહેતો હોવો જોઈએ, કેવાયસી ખાતુ, 18 થી 60 ઊંમર વયમર્યાદા, મામલતદારનો આવકનો દાખલો, અરજદાર તથા જામીનદારોનું નોમિનલ સભાસદ બનવાનું રહે છે, બેંકમાં સેંવિગ્સ કે ચાલુ ખાતું હોવું જોઈએ, એડવાન્સ ચેક જેવા વિવિધ કાગળો માંગતાં લોન લેવા માંગતા નાના વેપારી કે કામદારોની મનની ઈચ્છા મનમાં જ રહી છે. સરકારની ખુબ સારી યોજના જરૂરિયાતમંદ માટે હોવાં છતાં બેંકનાં પદાધિકારીઓ અને સંચાલકોએ અરજદારો પાસે વધુ પ્રમાણમાં ડોકયુમેન્ટ મંગાવતાં સરકારની યોજનાં નાના વેપારી અને કામદારો માટે શોભાના ગાંઠિયા સમાન છે.

અન્ય સમાચારો પણ છે...