તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:ડાંગમાં આંબાપાડાના વૃદ્ધ અને માલેગામની યુવતી પોઝિટિવ

આહવા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કુલ કેસનો આંક 122 થયો, 6 એક્ટિવ

ડાંગ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવામાં આવેલ આંબાપાડામાં રહેતા 54 વર્ષીય પુરુષ તેમજ માલેગામમાં રહેતી 15 વર્ષીય કિશોરીનો શનિવારે “કોવિડ-19” ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. હાલમાં આ બંને દર્દીઓને કોવિડ કેર હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં શનિવારે વધુ બે કોરોનાનાં પોઝિટિવ કેસો સામે આવ્યા છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ આંકડો 122 પર પહોંચ્યો છે. હાલમાં કુલ 6 એક્ટિવ કેસ છે. જ્યારે 115 દર્દીઓ સાજા થઈ જતા પોતાના ઘરે પરત ફર્યા છે. કોરોનાનાં પગલે જિલ્લામાં એકપણ મૃત્યુનો કેસ નોંધાયેલ નથી.

ડાંગ જિલ્લામાં હાલમાં 5 કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરી આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણ ન થાય તે માટે વધુ તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં સંક્રમણ વધે નહીં તે માટે તમામ તકેદારી રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો