હવામાન:આહવા પંથકમાં વાદળછાયા વાતાવરણ બાદ અમીછાંટણા

આહવા6 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં બુધવારે અચાનક વાતાવરણનાં પલટા બાદ કમોસમી વરસાદનાં અમીછાટણા પડતા સમગ્ર પંથકોનાં વાતાવરણમાં શીતલહેર વ્યાપી હતી. ડાંગ જિલ્લામાં બુધવારે અચાનક વાતાવરણમાં પલટો આવી જતા ઋતુચક્રનો ત્રિવેણી સંગમ રચાયો હતો. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગામડામાં બુધવારે બપોરનાં અરસામાં વાદળછાયુ વાતાવરણનાં ઘેરાવામાં અચાનક કમોસમી વરસાદનાં અમીછાટણા પડતા સર્વત્ર પંથકમાં શીતલહેર વ્યાપી હતી. આહવા પંથકમાં કમોસમી વરસાદનાં છાંટા બાદ હળવો તડકો પડતા વાતાવરણ બેવડાયું હતું.

ડાંગ જિલ્લામાં હાલમાં માર્ચ મહિનાની શરૂઆતમાં ડાંગી ખેડૂતોનાં આંબાનાં વૃક્ષ પર આમ્રમંજરી પુરજોશમાં ખીલી ઉઠી છે તેવામાં એકાએક વાતાવરણનાં પલટાનાં પગલે ખેડૂતો પણ દ્વિધામાં મુકાયા છે. બુધવારે ડાંગ જિલ્લાનાં વઘઇ અને ગિરિમથક સાપુતારામાં મધ્યમ તડકો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...