તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ડાંગ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો STને ફાળવાતા ડખો

આહવા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલા અનામત અને સામાજિક શૈક્ષણિક પછાત જાતિને યોગ્ય તક અપાવવા ગુજરાત ચૂંટણી આયોગને રજૂઆત કરાઈ
  • ડાંગ જિલ્લા પંચાયત કુલ 18 બેઠક પૈકી 9 સ્ત્રી અનામત બેઠકો જ્યારે આહવા, વઘઈ અને સુબીર તાલુકા પંચાયતની 1-1 બેઠક ફાળવાઇ

ડાંગ જિલ્લા-તાલુકા પંચાયતની તમામ બેઠકો એસ.ટીને ફાળવાતા જાગૃત નાગરિકોએ મહિલા અનામત અને સા.શૈ.પ. જાતિનાં યોગ્ય તક અપાવવા ગુજરાત ચૂંટણી આયોગને રજૂઆત કરાઈ છે. ડાંગ જિલ્લાનાં કોગ્રેસી આગેવાન સ્નેહલભાઈ ઠાકરે, ધનશ્યામભાઈ બદાણે, શરદભાઈ પવારે રાજય ચૂંટણી આયોગને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે સને-2011ની વસતિ ગણતરી પ્રમાણે ડાંગ જિલ્લા પંચાયતની અનામત બેઠકોની ફાળવણી કરી છે.

જેમાં તાલુકા પંચાયત પ્રમાણે હાલ જિલ્લા પંચાયતની બેઠકો આ મુજબ છે, જેમાં આહવા-8, વઘઈ-6, સુબીર-4 જે બેઠક પૈકી સને-2015માં ડાંગ જિલ્લા પંચાયતની અનામત બેઠકો વારાફરતી ફાળવણી મુજબ 50 ટકા મહિલા અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં આહવા તાલુકા પંચાયત હેઠળની જિલ્લા પંચાયતની સ્ત્રી અનામત કુલ 8 બેઠક પૈકી ધવલીદોડ, ડોન, શામગહાન, જયારે વઘઈ તાલુકા પંચાયત હેઠળની જિલ્લા પંચાયતની સ્ત્રી અનામત કુલ 6 બેઠકમાંથી દગડીઆંબા, કાલીબેલ, સાકરપાતળ, વઘઈ (શા.શૈ.પછાત વર્ગ) અને સુબીર તાલુકા પંચાયત હેઠળની જિલ્લા પંચાયતની સ્ત્રી અનામત બેઠકો કુલ-4 બેઠક પૈકી કડમાળ અને નિશાણા બેઠકો ફાળવેલી હતી. આમ ડાંગ જિલ્લા પંચાયત કુલ 18 બેઠક પૈકી 9 સ્ત્રી અનામત બેઠકો ફાળવેલી હતી. જયારે તાજેતરનાં પત્ર દ્વારા ફાળવવામાં આવેલી જિલ્લા પંચાયતની કુલ-18 બેઠક પૈકી 9 સ્ત્રી અનામત બેઠકો ફાળવેલી છે, જેમાં આહવા તાલુકામાં આહવા-1, આહવા-2, જાખાના, ટાંકલીપાડા, જયારે વઘઈ તાલુકામાં દગડીઆંબા, કાબીબેલ, સાકરપાતળ અને સુબીર તાલુકામાં કડમાળ, નિશાણા બેઠકો સ્ત્રી અનામત રાખવામાં આવેલી છે.

ઉપરોકત પાંચ બેઠક 2015માં સ્ત્રી અનામત ફાળવેલ હતી અને હાલમાં પણ સંદર્ભિતપત્રોનાં આદેશ અનુસાર ફાળવેલી છે જે ડાંગ જિલ્લા પંચાયતની અનામત બેઠકોને વારાફરતી ફાળવણી મુજબ 50 ટકા મહિલા અનામત બેઠકોની ફાળવણી કરેલી છે, જે સુસંગત નથી અને સને-2015 અને સને-2020 માં બેવડાઈ (રીપીટ) થાય છે જેનાં કારણે આહવા તાલુકા પંચાયતમાં ગડદ, વઘઈ તાલુકામાં બરડા, કોશીમદા જયારે સુબીર તાલુકામાં ગારખડી, સુબીર વિસ્તારમાં સ્ત્રીઓની પ્રતિનિધિત્વ કરવાનો અવકાશ મળતો નથી. પાંચ બેઠકમાં ખરેખર સ્ત્રી અનામત બેઠકો ફાળવવાની થાય છે જે બેઠકોમાં હજુ સુધી સ્ત્રીઓને પ્રતિનિધિત્વ કરવાની તક મળી નથી તથા કુદરતી ન્યાયનાં સિદ્ધાંતથી વિપરીત અને બંધારણીય જોગવાઈ મુજબ સમાન તકનો લાભ મળવો જોઈએ તે મળ્યો નથી. જેથી આહવા તાલુકામાં આહવા-1, આહવા-2, ગડદ, જાખાના, ટાંકલીપાડા, વઘઈ તાલુકામાં બરડા, કોશીમદા, સુબીર તાલુકામાં ગારખડી અને સુબીર સ્ત્રી બેઠકો અનામત કરવામાં આવે તો ડાંગ જિલ્લા પંચાયતની અનામત બેઠકોને વારાફરતી ફાળવણી મુજબ સને-2015 અને સને -2020 માં દરેક વિસ્તારની સ્ત્રીઓને પ્રતિનિધિત્વ કરવાનો અવસર મળી શકે છે તેમજ વર્ષ-2015 માં અનુ.જાતિ કેટેગરીમાં મહિલાને પ્રતિનિધિત્વ મળ્યું નથી, જે વર્ષ-2020માં અનુ.જાતિની મહિલા બેઠક ફાળવવા માંગ કરાઈ છે.

ડાંગ જિલ્લામાં સને-2011ની વસતિની માહિતી મુજબ ડાંગ જિલ્લામાં કુલ-225323 છે જેમાં અનુ.જાતિની વસતિ કુલ 946 છે, અનુ.જનજાતીની વસતિ 2136 અને સા.શૈ.પ.જાતિની વસતિ 3297 છે. જેઓને વર્ષ-2015માં આહવા-1 બેઠક ફાળવવામાં આવી હતી. જયારે આહવા, વઘઈ અને સુબીર તાલુકા પંચાયતની 1-1 બેઠક ફાળવવામાં આવી હતી. હાલ સા.શૈ.પ.જાતિને વર્ષ-2020 જિલ્લા કે તાલુકામાં સીટ ફાળવેલી નથી જે વસતિનાં આધારે તથા સા.શૈ.પ.જાતિનાં તક આપવા માંગ કરવામાં આવી છે. તાત્કાલિક ધોરણે ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા નિર્ણય કરવામાં આવે અને તેની જાહેરાત કરાઇ તેવી માંગ બળવત્તર બની છે.

મહિલાઓ તેમજ પછાત જાતિનાં લોકોને યોગ્ય તક આપવામાં આવે તે જરૂરી છે
મહિલા અનામત બેઠકો વારાફરતી કરવી જોઈએ. ડાંગની તમામ મહિલાઓને તક આપવી જોઈએ તથા પછાત જાતિનાં પ્રતિનિધિઓ માટે જિલ્લા-તાલુકા પંચાયતમાં એક-એક સીટ ફાળવવામાં આવે તે જરૂરી છે. > શરદભાઈ પવાર, સામાજીક અગ્રણી, આહવા

એક પણ સીટ ન ફાળવવી ન્યાય સંગત નથી
સામાજિક શૈક્ષણિક પછાતજાતિનાં પ્રતિનિધિ માટે 2020ની ચૂંટણીમાં એકપણ સીટ ફાળવી નથી તેઓને અન્યાય કર્યો છે. આ બાબત ન્યાય સંગત નથી. જેથી ગુજરાત ચૂંટણી આયોગને જે રજૂઆત કરાઇ છે તે યોગ્ય જ છે. ભવિષ્યમાં પણ ચૂંટણી આયોગ દ્વારા એ બાબત ધ્યાન રાખે તે ખૂબ જ જરૂરી જણાઇ રહ્યું છે. કોઇપણ સમાજને અન્યાય ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે તો જ ચૂંટણીની ગરિમા જળવાશે. ચૂંટણી આયોગ તેનુ ધ્યાન રાખે તે અનિવાર્ય છે. > ધનશ્યામ બદાણે, અગ્રણી, એસસી સમાજ

અન્ય સમાચારો પણ છે...