એડોલેશન હેલ્થ ડે:કાલીબેલ પીએચસીમાં એડોલેશન હેલ્થ ડે એ બાળકોને સ્કૂલબેગનું વિતરણ

આહવા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ કાલીબેલ પીએચસીનાં પેટા કેન્દ્ર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ભોગડીયા અને એન્જીનપાડા ગામમાં એડોલેશન હેલ્થ ડેની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કાલીબેલ પીએચસીનાં પેટા કેન્દ્ર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનાં અડોલેશન કાઉન્સિલેર નિકીતાબેન બાગુલ, સીએચઓ ઉષાબેન, ફિમેલ હેલ્થ વર્કર ઇન્દુબેન, જયેશભાઇ તથા આશા, અને પિયર એજ્યુકેટ દ્વારા રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ (RKSK) અંતર્ગત હેલ્થ ડેની ઉજવણી કરી હતી અને ઉપસ્થિત બાળકોને સ્કૂલ બેગ અને પાણીનાં બોટલનુ વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમમાં અડોલેશન કાઉન્સેલર નિકીતા બાગુલે કિશોર-કિશોરીઓને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. આ સાથે કિશોર-કિશોરીઓને કિશોરાવસ્થામાં થતા ફેરફારો, સમતોલ આહાર, એનેમિયા, વ્યસનમુક્તિ, નાની ઉંમરમા લગ્ન વિશે અને નાની ઉંમરે ગર્ભાવસ્થાની અસરો સાથે માનસિક આરોગ્યની સમજ અપાઈ હતી. આ સાથે જીવન કૌશલ તેમજ ટીબી વિશેની વિગતવાર માહિતી આપી હતી. કિશોરીઓને સેનેટરી પેડ અપાયા હતા. કિશોરીઓને પિરીયડમા શરીરની સ્વછતા વિશે સમજૂતી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...