કોર્ટનો હૂકમ:માલેગામ હત્યા પ્રકરણમાં આરોપીને આજીવન કેદ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • અન્ય આરોપીને છોડી મુકવાનો કોર્ટનો હૂકમ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં માલેગામમાં વર્ષ-2016માં હત્યાનો બનાવ બન્યો હતો. આ કેસમાં નવસારી-ડાંગ સેસન્સ કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં સમાવિષ્ટ માલેગામમાં રહેતા આરોપી સોમનાથભાઈ શંકરભાઈ ભોયે (ઉ.વ. 26)ને નવસારી-ડાંગ સેશન્સ કોર્ટે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ફટકારી છે.

વર્ષ-2016 દરમિયાન યશોદાબેન સુરેશભાઈ ગાયકવાડનાં પતિ સુરેશભાઈ યશવંતભાઈ ગાયકવાડ તેમના ઘર નજીક વાડ બનાવી રહ્યા હતા. દરમિયાન સુરેશભાઈ યશવંત ગાયકવાડની નજીકનાં પાડોશી સોમનાથભાઈ શંકર ભોયે સાથે ઝઘડો કરી તેને માથાનાં ભાગે લાકડાનો ફટકો માર્યો હતો, લાકડાનો ફટકો મારતા સુરેશભાઈ ગાયકવાડને ગંભીર ઈજાને પગલે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. આ બનાવમાં મૃતકની પત્ની યશોદાબેન ગાયકવાડે 3 જણાં સામે કેસ દાખલ કર્યો હતો.

જે બાદ આ કેસ નવસારી ડાંગ આહવાની એડિ. ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ એ.એમ.મેમણ સમક્ષ ચાલી ગયો હતો. આ કેસમાં સરકારી વકીલ એ.જે.ટેલરની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આધાર પુરાવા સાથે સોમનાથભાઈ ભોયેને આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ અન્ય આરોપી નામે યશવંતભાઈ ભોયેને શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...