ચૂકાદો:ચેક રિટર્ન કેસમાં આરોપીને 7.25 લાખ ભરવા સાથે 2 વર્ષની કેદ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આહવાની જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટનો દાખલારૂપ ચૂકાદો

વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લિ. આહવાની શાખામાંથી ટ્રેકટર ખરીદવા લોન મેળવ્યા બાદ લોનનાં હપ્તાની રકમ ભરપાઈ કરવામાં ગલ્લાતલ્લા કરતા બેંકની મુદત વિતી જતા બાકીદાર ડાંગના આંબળીયા ગામના શખસ વિરુદ્ધ વલસાડ બેંકે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબની ફરિયાદ આહવાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં દાખલ કરી હતી. એડવોકેટની દલીલોને પગલે આરોપી વિરુદ્ધ 7.25 લાખ બેંકને ચૂકવવાની સાથે 2 વર્ષની તેમજ વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ 2 માસની સજાનો કોર્ટે હુકમ કર્યો હતો.

વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક વલસાડ વતી આહવાની જ્યુડિશિયલ કોર્ટમાં દાખલ થયેલી ફરિયાદને બેંકની આહવા શાખામાંથી ટ્રેક્ટર ખરીદવા અંગે શોભાનભાઈ ગવળીએ વર્ષ-2006માં લોન મેળવી હતી. લોનની વસૂલાત સમયે શોભનભાઈ ગવળી રૂપિયા 7.25 લાખનો ચેક ખાતામાં જમા કરાવવા આપ્યો હતો. જે ચેક રિટર્ન થતાં વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક તરફથી ચેક રિટર્ન અંગેની નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ- 138 મુજબની ફરિયાદ આહવાની કોર્ટમાં દાખલ કરી હતી.

જે બાદ ડાંગના એડવોકેટ હરીશભાઇ ગાંગુર્ડેની ધારદાર દલીલો કોર્ટે માન્ય રાખી આરોપીને 7.25 લાખ બેંકને ચૂકવવાની સાથે 2 વર્ષની તેમજ વળતરની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વધુ 2 માસની સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...