દુર્ઘટના:સાપુતારા ઘાટમાં ટ્રક ચાલકે જીપને અડફેટે લેતા અકસ્માત

આહવા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતગ્રસ્ત જીપ. - Divya Bhaskar
અકસ્માતગ્રસ્ત જીપ.

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં ટ્રકચાલકે બોલેરો જીપને અડફેટમાં લેતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહારાષ્ટ્રમાંથી કપાસનો જથ્થો ભરી મહેસાણા તરફ જઈ રહેલ ટ્રક (નં. GJ-02-XX-5711)ના ચાલકે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગમાં સામેથી સાપુતારા તરફ જઈ રહેલ બોલેરો (નં. GJ-30-A-0045)ને અડફેટે લેતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ બનાવમાં કપાસનો જથ્થો ભરેલી ટ્રક સંરક્ષણ દિવાલ પર ચડીને થંભી જતા પલ્ટી મારતા બચી ગઈ હતી. જ્યારે બોલેરોના બોનેટનાં ભાગને જંગી નુકસાન થયું હતું. આ બનાવમાં કોઈને ઇજા પહોંચી ન હતી. આ બનાવ બાબતે સાપુતારા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...