અકસ્માત:સાપુતારા ઘાટમાર્ગમાં અકસ્માત, લોખંડનો જથ્થો ભરેલી ટ્રક સંરક્ષણ દિવાલ સાથે અથડાઇ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકમાં નુકશાન પણ ચાલક-ક્લીનરનો બચાવ

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં લોખંડનો જથ્થો ભરેલ ટ્રક માર્ગની સાઈડમાં આવેલ સંરક્ષણ દીવાલ પર ચડી જતા સ્થળ પર મોટી દુર્ઘટના ટળી હતી.

મહારાષ્ટ્રનાં પુના તરફથી શનિવારે લોખંડનો જથ્થો ભરી સુરેન્દ્રનગર તરફ જઈ રહેલી ટ્રક (નં. જીજે-23-એટી-5866) જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાર્ગમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ટ્રક માર્ગની સાઈડમાં આવેલી દિવાલ પર ચડી જતા સ્થળ પર મોટી દુર્ઘટના ટળી હતી. આ બનાવમાં ટ્રકને જંગી નુકસાન થયું હતું.જ્યારે ચાલક સહિત ક્લીનરનો ચમત્કારિક બચાવ થયો હતો. સાપુતારા ઘાટ માર્ગમાં અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહ્યાં છે. ત્યારે ઘાટમાર્ગમાં આવતા વળાંક અંગે તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી થાય તે જરૂરી જણાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...