અકસ્માત:સાપુતારા ઘાટમાર્ગમાં ટ્રકે સાઇડમાં ઉભેલી કારને ટક્કર મારતા અકસ્માત

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારમાં સવાર સુરતના પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ

ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાર્ગમાં અકસ્માતના વણઝારનો શીલશિલો યથાવત છે. આજરોજ ડુંગળીનો જથ્થો ભરેલ બેકાબુ ટ્રક માર્ગની સાઈડમાં ઉભેલી વેગેનોર કારને ટક્કર મારી પલ્ટી મારી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રના નાસિક તરફથી ડુંગળીનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલ ટ્રક.નં.એમએચ.15.બીજે.4914 જે સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા ઘાટમાર્ગના વળાંકમાં બેકાબુ બની માર્ગની સાઈડમાં ઉભેલી વેગેનાર કાર.નં.જીજે.05.જેસી.5470ને ટક્કર મારી પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતના બનાવમાં વેગેનાર કાર સહિત ટ્રક તથા ડુંગળીના જથ્થાને જંગી નુકસાન થયું હતું. આ બનાવમાં ટ્રકના ક્લીનરને ઈજાઓ પહોંચી હતી. જ્યારે વેગેનાર કારમાં સવાર સુરતી પ્રવાસીઓનો ચમત્કારિક બચાવ થતા મોટી દુર્ઘટના ટળી હતી. સાપુતારા ઘાટમાં ગતરોજ સંતરાનો જથ્થો ભરેલ ટ્રકે ટવેરા અને સેલરીયો ગાડીને અડફેટમાં લઈ ભારે નુકસાન પહોંચાડ્યું હતું. તેવામાં આજરોજ એ જ સ્થળે ફરી ડુંગળીનો જથ્થો ભરેલ ટ્રકે વેગેનાર કારને ટક્કર મારી નુકસાન પહોંચાડતા આ વળાંક વાહન ચાલકો માટે ગોઝારો સાબિત થઈ રહ્યો છે. જેથી નવસારી રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ આ વળાંક સ્થિત વાહનોને ન ઉભા રહેવા માટે સૂચક બોર્ડ લગાવે તે જરૂરી બની ગયુ છે.

અન્ય સમાચારો પણ છે...