તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સાપુતારા ઘાટમાર્ગમાં ટેમ્પો પલટી મારી જતા અકસ્માત

આહવા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વળાંકમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટમાં કોપરાનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો પલટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળેથી મળતી માહિતી મુજબ મંગળવારે મહારાષ્ટ્રનાં નાસિક તરફથી કોપરાનો જથ્થો ભરી રાજસ્થાન તરફ જઈ રહેલો ટેમ્પો (નં. આરજે-19-જીસી-3317) સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા ઘાટનાં માલેગામ ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં યુટર્ન વળાંકમાં ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટેમ્પો બેકાબૂ બની માર્ગની સાઈડમાં પલટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ બનાવમાં આઇસર ટેમ્પો સહિત કોપરાને મોટું નુકસાન થયું હતું. જ્યારે ચાલક અને ક્લીનરને નજીવી ઇજા પહોંચતા તેઓનો ચમત્કારિક બચાવ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, સાપુતારાથી વઘઇ જતાં માર્ગ પર ઘણાં વળાંકો આવતા હોય વાહનચાલકો માટે આ વિસ્તાર ખતરારૂપ બની રહ્યો છે. અવારનવાર ચાલક દ્વારા વાહન પરનો કાબૂ ગુમાવતા આવા અકસ્માતો રોજબરોજ થઇ રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો જીવ પણ ગુમાવી રહ્યા છે. અગાઉ આ રોડ પર વહીવટી તંત્ર દ્વારા ડેન્જર ઝોન બનાવી વાહનચાલકોને સાવચેત કરવાના પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...