અકસ્માત:બારખાધ્યામાં બાઈક સ્લીપ થઈ પથ્થર સાથે અથડાતાં યુવાનનું મોત

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દગડપાડાનાં બે યુવાન રંભાસ લગ્નમાં જતા હતાં
  • બાઇક ઢસડાઇ રોડથી નીચે ઉતરી ગયું હતું

વઘઇ તાલુકાના દગડપાડા ગામનાં બે યુવાનો રંભાસ ગામે લગ્નનાં માંડવામાં જવા નીકળ્યાં હતાં તે દરમિયાન બારખાધ્યા ગામે બાઇક સ્લીપ થઇ રોડ પર થી નીચે ઉતરી જઇ પથ્થર સાથે અથડાતાં બંને બાઇક સવારો ને ઇજા થઇ હતી જેમાં એક યુવાનનું મોંત નિપજ્યું હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં આવેલ દગડપાડા ગામનાં નીચલા ફળિયામાં રહેતાં હિતેશ દિલીપભાઈ ગાવિત (ઊ. વ. 15) તેના મિત્ર દિવ્યેશ રાજેશભાઇ ગાવિત સાથે બુધવારે રાત્રે હોન્ડા બાઇક (ન. જીજે-21-એએન- 2876) લઈને રંભાસ ગામે લગ્નનાં માંડવામાં જવા નીકળ્યા હતાં. તે દરમિયાન રાત્રે 12.30 કલાકે બારખાધ્યા ગામની હદમાં દિવ્યેશ ગામીતથી બાઇક પર કાબુ ન રહેતા બાઇક રોડ પરથી નીચે ઊતરી ગઇ પથ્થર સાથે અથડાઈ હતી. જેના કારણે હિતેશ ગાવિત અને દિવ્યેશ ગાવિતને ઇજા થઇ હતી. તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે વઘઇ સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં હિતેશ ગાવિતનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે વઘઇ પોલીસ સ્ટેશનમાં મૃતકની માતા હંસાબેન દિલીપભાઈ ગાંવિતે દિવ્યેશ ગાવિત વિરુદ્ધ ગુનો નોંધાવતા વઘઇ પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...