તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:ડાંગમાં વધુ 3 કેસ નોંધાતા કુલ પોઝિટિવ આંક 287

આહવાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ડાંગ જિલ્લામા આજે ત્રણ નવા કેસ નોંધાયા છે. જેની સામે પાંચ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવે છે.ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સંજય શાહ તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ 287 કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી 222 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે 65 કેસો એક્ટિવ રહેવા પામ્યા છે.એક્ટિવ કેસો પૈકી 14 દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, 4 દર્દીઓ ડેસિગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટર (આયુર્વેદિક હોસ્પિટલ) અને 47 દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.

કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે 981 વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે 7193 વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે. જિલ્લામા આજની તારીખે કુલ 68 કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા 277 ઘરોને આવરી લઈ 1209 વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે 65 બફર ઝોન (એક્ટિવ)મા 464 ઘરોને સાંકળી લઈ 1952 લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી 177 RT PCR અને 135 એન્ટીજન ટેસ્ટ મળી કુલ 312 સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી 177 RT PCR ના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ 41,224 લોકોના સેમ્પલ એકત્ર કરાયા છે. જે પૈકી 287 વ્યક્તિઓના રિપોર્ટ પોઝેટિવ નોંધાવા પામ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો