તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કોયલીપાડા ઝાવડા માર્ગ પરથી 80,000ના ગેરકાયદે ઇમારતી લાકડાનો જથ્થો ઝડપાયો

આહવા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગે ટવેરાનો પીછો કરતાં ચાલક અંધારામાં કાર મૂકી ભાગી છૂટ્યો
  • ચિચીનાગાંવઠાની ટીમે રૂ 1.40 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગમાં સમાવિષ્ટ ચિચીનાગાંવઠા રેંજ વિભાગની ટીમ દ્વારા કોયલીપાડાથી ઝાવડા માર્ગમાં કુલ રૂ. 80,000નાં ગેરકાયદેસર ઇમારતી લાકડાનો જથ્થો ભરેલી ટવેરા ગાડી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા વીરપન્નોમાં ફફડાટ મચી ગયો છે.

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગનાં ડીસીએફ નિલેશભાઈ પંડ્યાનાં માર્ગદર્શન હેઠળ ચિચીનાગાંવઠા રેંજનાં આરએફઓ ગણેશભાઈ ભોયે સહિતનાં વનકર્મીઓની ટીમે ગતરોજ તેઓનાં હદ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતું. તે અરસામાં ચિચીનાગાંવઠા વન વિભાગનાં આરએફઓ ગણેશભાઈ ભોયેને ઇમારતી લાકડા તસ્કરીની બાતમી મળતા તેઓની ટીમે કોયલીપાડા-ઝાવડા રોડ પર વોચ ગોઠવી હતી.

અહી કોયલીપાડા ઝાવડા રોડ પરથી ટવેરા ગાડી (નં. જીજે-21-યુ-9016) પર વનવિભાગની ટીમને શંકા જતા તેઓએ ઉભી રાખવાનો પ્રયત્ન કરતા ગાડી ઉભી રહી ન હતી. જેથી વન વિભાગની ટીમે આ ટવેરાનો પીછો કરતા ચાલક અંધારામાં ગાડી ઉભી રાખી નાસી છૂટ્યો હતો. ચિચીનાગાંવઠા વન વિભાગની ટીમે ગાડીમાં ચેકિંગ કરતા તેમાંથી ઇમારતી સાગી ચોરસા નંગ-31, જે 0.999 ઘનમીટર કિંમત 80,000 મળી આવ્યા હતા. વનકર્મીઓએ લાકડા સહિત ટવેરા રૂ. 60,000 મળી કુલ 1,40,000નો મુદામાલ કબજે કરી આરએફઓ જી.એસ.ભોયેએ ગાડીનાં માલિકની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...