આગ:ખેતરમાં બનાવેલ ઘરમાં અચાનક આગથી ઘરવખરી બળીને ખાખ

આહવા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડાંગના વઘઇ તાલુકાના મોટાબરડા ગામે બનેલી ઘટના
  • આગની ચપેટમાં આવી જતાં બે પશુ દાઝી ગયા હતા

ડાંગનાં વઘઇ તાલુકાનાં મોટાબરડા ગામે ખેતરમાં બનાવેલ ઘરમાં અચાનક આગ લાગતા તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની ઘટનામાં ઘરના આંગણામાં બાંધેલા બે પશુ પણ આગની ચપેટમાં આવતા દાઝી ગયા હતા. માલfકે સમયસૂચકતા વાપરી આ બંને પશુને છોડી દેતા સદનસીબે તેમનો બચાવ થયો હતો.

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં સમાવિષ્ટ મોટાબરડા ગામે ખેતરમાં ઘર બનાવીને રહેતા સતિષ જીવલુભાઇ ગાયકવાડનાં કાચા મકાનમાં બુધવારે રાત્રિનાં 10 થી 12નાં ગાળામાં અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. જ્યારે આગની જ્વાળા એટલી ભયંકર હતી કે સતિષભાઇના મકાનમાં રહેલી ઘરવખરી સહિત ખેતીકામને લગતી તમામ સાધન સામગ્રી તેમજ ઘર પણ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. જોકે ગ્રામજનોને આ ઘટનાની જાણ થતા લોકોનાં ટોળેટોળા ઘટનાસ્થળે ધસી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો.

સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જોકે ઘરની નજીક બાંધેલા પાડા દાઝી ગયા હતા પણ સદનસીબે બન્ને પાડાનો ચમત્કારિક બચાવ થયો હતો. જોકે આગમાં ઘર સહિત ઘરવખરીનાં સામાનને મોટુ નુકસાનનાં કારણે આદિવાસી ગાયકવાડ પરિવારના માથે આભ તૂટી પડ્યું હતુ. આ બનાવ અંગેની જાણ વઘઈ મામલતદારને થતા અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગમાં થયેલા નુકસાનનો તાગ મેળવીને સહાય માટે તજવીજ હાથ ધરી હતી. વઘઇના મોટાબરડા ગામે ખેતરમાં એકલવાયું બનાવેલું ઘરમાં અચાનક આગ લાગવાની ઘટનાથી ગ્રામવાસીઓને મોડેમોડે જાણ થતાં ઘટના સ્થળે ધસી ગયા હતા. જોકે, નસીબજોગ મોટી જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ આ ઘટનામાં બે પશુ દાઝી ગયા હતા. લોકોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ આ ઘટના દરમિયાન આગથી ઘરવખરીને ભારે નુકસાન થયું હતું.