તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોન્સૂન ફેસ્ટિવલ:ત્રણ દિવસની રજાને લઇ ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓનો મેળાવડો

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુદરતી સૌંદર્યને માણવા આવેલા પ્રવાસીઓથી મહત્તમ હોટેલો હાઉસફૂલ

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત અન્ય પ્રવાસન સ્થળોએ વીકેન્ડની રજાઓમાં કુદરતી સૌંદર્યને મન ભરી માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા. સાપુતારાના મોન્સૂન ફેસ્ટિવલના ચીલા ચાલુ કાર્યક્રમો પ્રવાસીઓ માટે નીરસ બનતા પ્રવાસીઓએ મોન્સૂન ફેસ્ટિવલનો ડોમ છોડી બોટીંગ સહિત એડવેન્ચર એક્ટિવિટીનો આસ્વાદ માણ્યો હતો. ડાંગ જિલ્લામાં હાલના તબક્કે વરસાદી માહોલે વિરામ લેતા પ્રકૃતિ હિલોળે ચડી ખીલી ઉઠી છે.

હાલમાં શનિ, રવિ અને સોમવારે જન્માષ્ટમીની રજા હોય જેના પગલે વિકેન્ડની રજાઓને માણવા ગિરિમથક સાપુતારા, ગીરાધોધ, વઘઇ, ગિરમાળ ધોધ સિંગાણા, બોટનીકલ ગાર્ડન, ડોન હિલ રિસોર્ટ, મહાલ કેમ્પ સાઈટ અન્ય પ્રવાસન સ્થળોએ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેરઠેર બખા થઈ જવા પામ્યા હતા. ગિરિમથક સાપુતારા ખાતે વિકેન્ડમાં નાના મોટા વાહનો સાથે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડતા ઠેર ઠેર સ્થળોએ સમયાંતરે ટ્રાફિક જામનાં દ્રશ્યો રેલાયા હતા.

સાપુતારા ખાતે પ્રવાસીઓનાં આકર્ષણ અને મનોરંજન માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા એક મહિના માટે મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ તો કરાયો છે, પરંતુ હાલમાં આ મોન્સૂન ફેસ્ટિવલમાં આયોજકો દ્વારા પ્રવાસીઓને ધ્યાનમાં રાખી યોગ્ય આયોજન ન કરતા પ્રવાસીઓ મોન્સૂન ફેસ્ટિવલનો ડોમ છોડી પ્રકૃતિ તરફ વળી રહ્યા છે. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતે શનિ રવિની રજામાં હોટલોએ હાઉસફૂલના પાટીયા ઝૂલી ઊઠ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...