અકસ્માત:માલેગામ પાસે શેરડીનો ટેમ્પો પલટી મારતા આગ, ચાલકનું દાઝી જતાં મોત

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી વઘઇને જોડતા રસ્તા પર માલેગામની સીમમાં શેરડી ભરેલો આઈસર ટેમ્પો પલટી મારી જઈ આગ ફાટી નીકળતા ટેમ્પો ચાલકનું સળગી જતા ઘટનાસ્થળે મૃત્યુ થતા અરેરાટી મચી ગઈ હતી.સોમવારે મળસ્કે મહારાષ્ટ્રથી શેરડીનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલો આઈસર ટેમ્પો (નં. જીજે-19-એક્સ-6663) સાપુતારાથી વઘઇ ને જોડતા સ્ટેટ હાઈવે પર સાપુતારા ઘાટમાં માલેગામની સીમમાં ટેમ્પોની અચાનક બ્રેક ફેઈલ થઈ જતા પલટી મારી જતા ટેમ્પોમાં આગ ફાટી નીકળી હતી. આગને પગલે ટેમ્પોની કેબિનમાં ફસાયેલા ચાલક મહેન્દ્રસિંહ ગંગલસિંહ રાજપૂત (ઉ.વ. 47, રહે. સુરત, ડીંડોલી) સળગીને મોતને ભેટતા અરેરાટી મચી ગઈ હતી. અકસ્માતની જાણ સાપુતારા પોલીસને થતા પોલીસની ટીમે ઘટનાસ્થળે ધસી જઈ લાશનો કબજો લઈ પી.એમ માટે શામગહાન સીએચસીમાં ખસેડી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...