તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભયનો માહાેલ:ડાંગ જિલ્લાનાં હનવતચોંડ ગામે 14 વર્ષીય બાળક પર દીપડાનો હુમલો

આહવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ડાંગ જિલ્લાનાં દક્ષિણ વન વિભાગ હસ્તકના ચીચીનાગાવઠા રેંજમાં હનવતચોંડ ગામે રહેતા કાંતિલાલભાઈનાં બે દીકરા ગતરોજ ઘરની બાજુમાંથી રમતા રમતા માલિકીની જમીનમાં આવેલી શેરડી અને તુવેરનાં ખેતરમાં નીકળી ગયા હતા. તે દરમિયાન શિકારની શોધમાં ભટકી રહેલો દીપડાએ પિયુષ કાંતિલાલ પવાર (ઉ.વ. 14) પર અચાનક હુમલો કરી દીધો હતો. દીપડાએ આ બાળકનાં મોઢાનાં તેમજ પેટનાં ભાગે નખ મારતા આ બાળકે બૂમાબૂમ કરી મુકી હતી. તેની બૂમો સાંભળી દીપડો જંગલ તરફ નાસી ગયો હતો. ઈજાગ્રસ્ત પિયુષને પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ બાળક આહવા સિવિલમાં સારવાર હેઠ‌ળ છે.

ડાંગ જિલ્લાનાં હનવતચોંડ ગામે એકાએક 14 વર્ષીય બાળક ઉપર દીપડાએ હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ બનાવની જાણ દક્ષિણ વન વિભાગનાં ડીસીએફ નિલેશભાઈ પંડ્યા તથા ચીચીનાગાંવઠા રેંજનાં આરએફઓ ગણેશભાઈ ભોયેને થતા તેઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. બાદમાં દક્ષિણ વન વિભાગનાં ડીસીએફ સહિત કર્મચારીઓએ ઇજાગ્રસ્ત બાળકની મુલાકાત લઈ સંવેદના દાખવી આ બાળકની દેખરેખ તેમજ સંભાળ રાખવા જણાવ્યું હતું. દીપડાનાં હુમલા બાદ હનવતચોંડ ગામનાં ગ્રામજનોમાં ભય ફેલાયેલો હોય વન વિભાગે રાત્રિ દરમિયાન દીપડાને ઝબ્બે કરવા પાંજરૂ ગોઠવી તજવીજ હાથ ધરી હતી.

ફોરેસ્ટે પાંજરૂ ગોઠવ્યું
ઘટના બનતા ફોરેસ્ટની ટીમ ઘટનાસ્થળે ધસી જઇ ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલમાં ખસેડાયો છે તેની સારવાર ચાલુ છે સ્થિતિ સુધારા પર છે. ગામલોકોની માગણીને ધ્યાને રાખી દીપડો પકડવા માટે પાંજરૂ ગોઠવાયુ છે. > ગણેશ ભોયે, આરએફઓ, ચીચીનાગાંવઠા રેજ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો