તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શીત લહેર:ડાંગમાં મીની વાવાઝોડા સાથે સાપુતારામાં 9 મિમી વરસાદ, વૃક્ષ પડતાં યુવાન દબાયો

આહવા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઇજાગ્રસ્ત યુવાનને સુરત સિવલમાં ખસેડાયો, ગલકુંડમાં વૃક્ષ ધરાશાયી થતાં 3 બાઈકનો ખુરદો

ડાંગમાં ગત વર્ષની જેમ જ જૂન મહિનાનાં પ્રથમ દિવસથી જ ચોમાસાનું આગમન થયું હોય તેમ પવનનાં સૂસવાટા સાથે વરસાદ પડ્યો હતો. પવનનાં સુસવાટા અને વરસાદી માહોલમાં આહવા તાલુકાનાં ગલકુંડ ગામે માર્ગની સાઈડમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ 3 બાઈક પર પડતા ખુરદો બોલી ગયો હતો. જ્યારે સ્થળ પર હુંબાપાડાનો બાઈકચાલક યુવાન ધરાશાયી થયેલા વૃક્ષ નીચે દબાઈ ગયો હતો. તેને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવારનાં અર્થે આહવા સિવિલમાં ખસેડયો હતો. ડાંગના સાપુતારામાં 9 મિ.મી. વરસાદ નોંધાયો હતો.

ડાંગ જિલ્લામાં જૂન મહિનાનાં પ્રથમ દિવસે જ ચોમાસાની ઋતુનાં વરસાદી માહોલે દસ્તક દેતા સર્વત્ર પાણી પાણી ફરી વળવાની સાથે શીત લહેર વ્યાપી ગઈ હતી. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા, ગલકુંડ તથા પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં મંગળવારે બપોરબાદ આકાશમાં વાદળોનાં ઘેરાવા બાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતા ઠેરઠેર પાણીની રેલમછેલ ફરી વળી હતી.

આહવા તાલુકામાં સમાવિષ્ટ ગલકુંડ ગામે વરસાદી માહોલમાં ફૂંકાયેલા પવનમાં માર્ગની સાઈડમાં આવેલું તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા વૃક્ષ નીચે ઉભેલી બાઈક (નં. જીજે-30-સી-6951), (નં. જીજે-30-બી-5308) તેમજ (નં. જીજે-05-9889)નો ખુરદો બોલી ગયો હતો. જયારે સ્ળળ પર ઉભેલા બાઇકચાલક સંતોષભાઈ ભોયેને ઇજા પહોંચી હતી

જ્યારે અન્ય બાઇકચાલક નિતીનભાઈ કૈલાશભાઈ માહલે (રહે. હુંબાપાડા, તા.આહવા) વૃક્ષ નીચે દબાતા માથા તથા પગનાં ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં નજીકની આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યા આ યુવાનની હાલત નાજુક જણાતા વધુ સારવાર અર્થે સુરત સિવિલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...