તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:શામગહાનમાં જુગાર રમતા 9 શકુની ઝડપાયા, LCBની ટીમે 12,140 રોકડા કબજે લીધા

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકાના શામગહાનમાં એલસીબીની ટીમે ગતરાત્રે જુગારના અડ્ડા પર રેડ પાડી જુગાર રમતા 9 જુગારીયાને પકડી પાડી રૂ.12140 રોકડ કબજે કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ડાંગ જિલ્લા એલસીબીની ટીમ ગતરાત્રે સાપુતારા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન શામગહાન કાળાઆંબા ફળિયામાં રહેતા અનિલભાઈ બુધ્યા રાઉતનાં રહેણાક મકાનનાં ઓટલા પર કેટલાક શખસો તીન પત્તીનો જુગાર પૈસા ઉપર રમી રહ્યાની બાતમી મળતા પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી હતી.

પોલીસની રેડ દરમિયાન ટોળે વળી તીનપત્તીનો જુગાર પૈસા વડે રમતા આસિફ ચિરાગ શાહ (રહે. આહવા-ડાંગ), રાજેશભાઈ સુરેશભાઈ ભોયે (રહે. આહવા), કરણભાઈ રાજુભાઈ ચૌધરી (રહે. શામગહાન), અજયભાઈ સુરેશભાઇ ઠાકરે (રહે. શામગહાન), નંદકિશોર ઉર્ફ નંદુભાઈ ચંદુભાઈ ઠાકરે (રહે. શામગહાન), હમીદ વાહીદભાઈ શાહ (રહે. આહવા), સલીમ રહીમ શેખ (રહે. વાંસદા), સલીમ હમીદ ઠાકર (રહે. વાંસદા), અનિલભાઈ બુધ્યા રાઉત (રહે. શામગહાન)ની ધરપકડ કરી તેઓ પાસેથી કુલ રૂ. 12,140નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...