તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકારની સંવેદના:48 કલાકમાં જિલ્લામાં 83 કોવિડ કેર સેન્ટર શરૂ

આહવા13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડાંગમાં ‘મારૂ ગામ, કોરોના મુક્ત ગામ’ અભિયાનને વ્યાપક જનસમર્થન મળ્યું

ગુજરાતના તમામે તમામ ગામોને કોરોના મુકત કરવા 1લી મે ગુજરાત સ્થાપના દિવસથી શરૂ થયેલા ‘મારૂ ગામ, કોરોના મુકત ગામ’ના રાજ્યવ્યાપી અભિયાનને ડાંગમાં ગ્રામીણ લોકભાગીદારી સાથે વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, તથા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના આહવાનને પગલે ‘મારૂ ગામ, કોરોના મુકત ગામ’ અભિયાન શરૂ થયાના માત્ર બે જ દિવસ, એટલે કે માત્ર 48 કલાકમાં છેવાડાના ડાંગ જિલ્લામા પણ 83 જેટલા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ કાર્યરત કરીને કુલ 1242 પથારીની સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી છે.

જેમા સામાન્ય લક્ષણો ધરાવતા ગ્રામીણ નાગરિકોને આઇસોલેશન, પ્રાથમિક સારવારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. ડાંગના ઈનચાર્જ કલેકટર એચ.કે.વઢવાણિયાએ ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ’મા ભોજન સહિત સ્ટાન્ડર્ડ દવાઓ વગેરેની સેવાઓ ગ્રામીણ જનશક્તિની ભાગીદારીથી સરકારના ગ્રામવિકાસ, પંચાયત વિભાગના સહયોગથી ઉપલબ્ધ બની રહેશે તેમ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે કોરોના સંક્રમણની વિકટ સ્થિતિમા ગામડાંઓમા કોરોના સંક્રમણ વધે નહીં તેમજ નાગરિકો, પરિવારો કોરોનાથી મુકત, સ્વસ્થ રહે તે માટે આ અભિયાન રાજ્યભરમાં એક પખવાડિયા દરમિયાન લોકભાગીદારીથી પ્રેરિત કરવામાં આવ્યું છે.

ગામના આગેવાનો, યુવાનોને આ સેવાકાર્યમા જોડી ગ્રામીણ કક્ષાએ કોરોના મુકત ગામ બનાવવા માટે ગામમા શરદી, તાવ, ખાંસી જેવા સામાન્ય લક્ષણો ધરાવતા અને પોતાના ઘરે આઇસોલેશનની સુવિધા ન હોય તેવા ગ્રામજનોને આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરમા ભોજન, દવાઓ, આયુર્વેદિક ઊકાળા સહિત પલ્સ ઓક્સિમીટર, થર્મોમીટર જેવી પાયાની આરોગ્ય વિષયક સુવિધાઓ સાથે આઇસોલેશનમા અલગ રાખવામા આવશે તેમ વઢવાણિયાએ વધુમાં જણાવ્યું હતું. આ અભિયાનમાં ડીડીઓ, ટીડીઓ અને ગામના અગ્રણીઓ એવા 10 અગ્રણીઓની સમિતિને લોકભાગીદારીથી જોડી, વધુને વધુ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ શરૂ કરાઇ રહ્યા છે.

ગામડા ગામમા કોરોના સંક્રમણને ફેલાતો અટકાવી મારૂ ગામ, કોરોના મુકત ગામનો સંકલ્પ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સથી સાકાર થશે, તેમ જણાવતા શ્રી વઢવાણિયાએ કોરોનાની આ બીજી લ્હેરનો આવા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સના માધ્યમથી ડાંગ જિલ્લાની ગ્રામીણ જનશક્તિ પૂરી સજ્જતા, સર્તકતાથી મુકાબલો કરી કોરોના હારશે, ગુજરાત જીતશેનો સંકલ્પ પાર પાડી મારુ ગામ, કોરોના મુકત ગામનું આ અભિયાન ગ્રામ્ય સ્તરે કોરોના મુકિતનુ જનઆંદોલન પણ બની રહેશે, તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

વિવિધ તાલુકામાં ઉભી કરાયેલી સુવિધા
ડાંગ જેવા દુર્ગમ આદિજાતિ વિસ્તારમાં 83 સેન્ટરમા 1242 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આહવા તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમા 26 સેન્ટરમા 295 બેડ, વઘઇ તાલુકાની 23 પંચાયત વિસ્તારમા 37 સેન્ટરમા 742 અને સુબીર તાલુકાની 20 ગ્રામ પંચાયતોમા 20 સેન્ટરમાં 205 મળી, ડાંગમાં કુલ 70 ગ્રુપ ગ્રામ પંચાયતોના કાર્ય વિસ્તારમા 83 ‘કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર’મા 1242 પથારીઓની સુવિધા ઉપલબ્ધ કરાવવામા આવી છે. > એચ.કે. વઢવાણિયા, ઈનચાર્જ કલેકટર, ડાંગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો