તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ડાંગમાં વધુ10 કેસ સામે 8 દર્દીએ કોરોનાને માત આપી

આહવા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ આંક 622 થયો, એક્ટિવ કેસ 77

ડાંગ જિલ્લામાં ગુરૂવારે નવા 10 કેસ સાથે કુલ આંક 622 પર પહોંચ્યો હતો. જ્યારે 8 દર્દીને રજા અપાઈ હતી. ડાંગમાં ગુરૂવારે 10 નવા કેસ નોંધાયા, જેની સામે 8 દર્દી સાજા થતા તેમને રજા અપાઇ છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામાં કુલ 622 કેસ નોંધયાં છે, જે પૈકી 545 દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે 77 કેસ એક્ટિવ રહ્યા છે.

આ એક્ટિવ કેસો પૈકી 10 દર્દી આહવાની સિવિલ હોસ્પિટલમાં, 6 દર્દી કોવિડ કેર સેન્ટર (સેવાધામ) અને 61 દર્દીને હોમ આઇસોલેશનમાં રખાયો છે. કોરોનાને કારણે જિલ્લામાં આજદિન સુધી કુલ 24 મૃત્યુ નોંધાઈ ચૂક્યા છે. આહવામાં 30, 36 વર્ષીય યુવાન તથા 31 વર્ષીય યુવતી, પીંપરીની 37 વર્ષીય યુવતી, ઝાવડાનો 32 વર્ષીય યુવાન, ઇસદરનો 28 વર્ષીય યુવાન, ખડકવાડીનો 34 વર્ષીય યુવાન, વાનરચોંડનો 43 વર્ષીય યુવાન, ખાજુર્ણાની 28 વર્ષીય યુવતી અને કાલીબેલની 38 વર્ષીય યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...