કોરોના અપડેટ:ડાંગમાં ત્રણ વર્ષના બાળક સહિત 6 પોઝિટિવ, 1નું મૃત્યુ

આહવા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સત્તાવાર મૃત્યુઆંક 27એ પહોંચ્યો
  • કુલ કેસ 682, એક્ટિવ 47, 2 રિકવર

ડાંગ જિલ્લામાં 3 વર્ષના બાળક સહિત નવા 6 કેસ સાથે કુલ આંક 682 થયો હતો. જ્યારે એક દર્દીનું મૃત્યુ નોંધાતા કુલ મૃતાંક 27 થયો હતો. બે દર્દી સાજા થતા રજા અપાઈ હતી. ડાંગનાં જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગમાં મંગળવારે નવા 6 કેસ નોંધાયા હતા. જેમાં આહવાનો 27 વર્ષીય યુવાન અને 3 વર્ષીય બાળક, ભદરપાડાની 48 વર્ષીય મહિલા અને 50 વર્ષીય પુરૂષ, સોડમાળનો 55 વર્ષીય આધેડ તથા દોડીપાડાનો 30 વર્ષીય યુવાન પોઝિટિવ નોંધાયા હતા.

નવા 6 કેસ સાથે જિલ્લામાં કુલ 682 કેસ નોંધાઇ ચૂક્યા છે, જે પૈકી 535 દર્દીને રજા અપાઈ છે. જ્યારે 47 કેસ એક્ટિવ રહ્યા છે. આ એક્ટિવ કેસ પૈકી 9 દર્દી આહવાની સિવિલમાં, 1 દર્દી કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર (સેવાધામ) અને 37 દર્દીને હોમ આઇસોલેશનમા રાખવામાં આવ્યા છે.

કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યારસુધી 575 વ્યક્તિને હોમ કવોરન્ટાઈન કરાયા છે. જ્યારે 10809 વ્યક્તિના હોમ કવોરન્ટાઈન પૂર્ણ થયા છે. કોરોનાને કારણે મંગળવારે જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ નોંધાતા કુલ મૃતાંક 27 થયો હતો.

અન્ય સમાચારો પણ છે...