તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:સાપુતારા સરકીટ હાઉસમાં દારૂ અને જુગારની મહેફિલ માણતા 5 ઝબ્બે

આહવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડાંગ LCBની રેડ, 4.63 લાખનો માલ કબજે

ગિરિમથક સાપુતારામાં એલસીબીએ જુગાર અને દારૂની મહેફિલ માણતા 5 જણાંને 4.63 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે 1ને ફરાર જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા અસામાજીક તત્વોમાં ફફડાટ મચી ગયો હતો.

ગતરોજ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર તથા અધિક પોલીસ મહાનિર્દેશક સુરત દ્વારા 22 માર્ચથી 1 એપ્રિલ સુધી સ્પેશિયલ પ્રોહિબિશન-જુગાર અંતર્ગત ડ્રાઈવ જાહેર કરવામાં આવેલી છે. જે પ્રોહિબિશન જુગાર ડ્રાઈવ અનુસંધાને ડાંગના એસપી રવીરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ડાંગ એલસીબી પીએસઆઈ પી.એચ.મકવાણાની ટીમે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ અને જુગાર પ્રોહિબિશનને ડામવા સર્ચ પ્રવૃત્તિ હાથ ધરી હતી. દરમિયાન એલસીબીની ટીમને સાપુતારા સરકિટ હાઉસના રૂમ નં. 5નાં મહાલખંડમાં અમુક શખસો દારૂની મહેફિલ સાથે જુગાર રમી રહ્યાની બાતમી મળતા ડાંગ એલસીબીની ટીમે બાતમીનાં આધારે સરકારી રૂમમાં પ્રવેશ કરવા અને ઝડતી માટે વોરંટ ઇસ્યુ કરી રેડ કરી હતી.

રેડ દરમિયાન પ્રકાશભાઈ મણિલાલભાઈ પટેલ (ઉ.વ. 48, રહે. ઝંડાચોક પાસે, ઉદવાડા, તા.પારડી, જિ. વલસાડ), રાકેશભાઈ છીબુભાઈ પટેલ (ઉ.વ. 51, રહે. ઝંડાચોક ઉદવાડા), ધર્મેશભાઈ ગુણવંતરાય દેસાઈ (ઉ.વ. 54, રહે. પલસાણા), જીતેન્દ્રભાઈ ચુનીલાલ શાહ (ઉ.વ. 60, રહે. ઝંડાચોક ઉદવાડા) અને રમેશભાઈ હિરાભાઈ પટેલ (ઉ.વ. 65, રહે. પલસાણા)ને દારૂની મહેફિલમાં હારજીતનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. જ્યારે હેમંતભાઈ મોહનભાઇ પટેલ (રહે. મોતીવાડા, તા.પારડી) નાસી છૂટતા ફરાર જાહેર કર્યો હતો. પોલીસે તેઓની પાસેથી તીનપતીનો ગંજીપાનો જુગાર રમતા દાવ પર લગાવેલ રોકડ રૂ. 650, અંગ ઝડતીનાં 24,400, મોબાઈલ નંગ-5 કિંમત રૂ. 12,000 તેમજ દારૂની નાની મોટી બોટલો નંગ-5 કિંમત 2,140 તથા કારની કિંમત 4 લાખ મળી કુલ 4,63,190નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો