તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ડાંગના સરવરમાં 13 વર્ષીય કિશોર સહિત 5 પોઝિટિવ

આહવા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નવા 15 કેસ, 19 રિકવર, એક્ટિવ 120

ડાંગ જિલ્લામાં કોરોના બેકાબુ બની ગયો છે. ડાંગ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં હાલનાં તબક્કે કોરોનાનાં કેસોમાં ભારે ઉછાળો નોંધાઈ રહ્યો છે. ડાંગ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ડી.સી.ગામીતનાં જણાવ્યાનુસાર સોમવારે ડાંગમાં 15 પોઝિટિવ કેસો નોંધાયા હતા.

જેમાં આહવાની 70 વર્ષીય વૃદ્ધા, ચીંચવિહીર ગામનો 58 વર્ષીય પુરૂષ, આંબાપાડા આહવાની 55 વર્ષીય મહિલા, સરવરની 44 વર્ષીય મહિલા, નડગખાદીનો 22 વર્ષીય યુવાન, સરવરનો 13 વર્ષીય કિશોર, કોયલીપાડાનો 21 વર્ષીય યુવાન, માછળીનો 40 વર્ષીય પુરુષ, ટેકપાડાનો 35 વર્ષીય યુવાન, સરવરનો 60 વર્ષીય વૃદ્ધ, કાલીબેલની 17 વર્ષીય કિશોરી, 60 વર્ષીય વૃદ્ધા, 50 વર્ષીય પુરુષ, સરવરનાં 31 અને 36 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ આંક 535 થયો છે. જેમાંથી 415 દર્દી સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે 120 દર્દી એક્ટિવ હોય જે સારવાર હેઠળ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો