તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોધમાર વરસાદ:સાપુતારામાં 24 કલાકમાં 48 મિ.મી. વરસાદ નોંધાયો

આહવા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ડાંગના મહત્તમ વિસ્તારમાં વરસાદ

ડાંગ જિલ્લામાં રવિવારે રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ પડતા લોકમાતાઓમાં અંબિકા અને ખાપરીમાં નવા નીરનાં વધામણા થયા છે. રવિવારે રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદનાં પગલે મોટાભાગનાં નદી,નાળા, કોતરડાઓ સક્રિય જોવા મળ્યા હતા. આ સાથે ડાંગી ખેડૂતોનાં ડાંગરનાં ક્યારડાઓ પણ પાણીથી છલોછલ ભરાઈ જતા અમુક ખેડૂતોએ ડાંગરનાં રોપણીની શરૂઆત કરી હતી.

જ્યારે ડાંગના ગામડાઓ સોમવારે દિવસ દરમિયાન વરસાદ વિના કોરાકટ રહ્યાં હતા. ડાંગ ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યાનુસાર ડાંગમાં રવિવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સાંજે 6 વાગ્યા સુધીનાં 24 કલાક દરમિયાન આહવામાં 27 મિમી, વઘઇમાં 32, જ્યારે સૌથી વધુ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં 48 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સુબીર 24 કલાક દરમિયાન કોરોકટ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...