તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડાંગ જિલ્લામાં સોમવારે વધુ ચાર પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવાનાં સરદાર માર્કેટમાં રહેતા 33 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ડાંગ જિલ્લાનાં સાપુતારાની તળેટી વિસ્તારમાં આવેલ માલેગામમાં બે દિવસ પૂર્વે એક કિશોરીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે કોરોના પોઝિટિવ કિશોરીનું સંક્રમણ અન્ય 15 વર્ષીય બે કિશોરી તથા 16 વર્ષીય 1 કિશોરીને લાગતા માલેગામમાં વધુ ત્રણ કોરોનાનાં પોઝિટિવ કેસો નોંધાયા છે.
હાલમાં ડાંગ જિલ્લામાં 8 એક્ટિવ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે 118 દર્દી સાજા થઈ જતા પોતાના ઘરે પરત ફર્યા છે. ડાંગ જિલ્લામાં કોરોના વાઇરસનાં અત્યાર સુધીમાં કુલ આંક 126 પર પહોંચ્યો છે. ડાંગ જિલ્લામાં આજદિન સુધી કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.
નવસારીમાં 1 કેસ પોઝિટિવ, 3ને રજા અપાઈ
નવસારી જિલ્લામાં આજે કોરોનાનાં એક કેસ નોંધાતા કુલ 1467 કેસ નોંધાયા છે. આજ સુધીમાં 1325 લોકો કોરોનાથી સાજા થઈને તેમને ઘરે ગયા છે તો કુલ મૃત્યુઆંક 101 થયો છે. નવસારી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા સોમવાર સુધીમાં 106૦૦6 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં માત્ર 1467 કેસ પોઝિટિવ આવ્યા છે. નવસારી જિલ્લામાં 109 વિસ્તાર કન્ટેઈનમેન્ટ હેઠળ છે.
આ વિસ્તારોમાં 109 મેડિકલ ટીમ દ્વારા 5823 વસતિ, 150૩ ઘરનો સરવે દૈનિક ધોરણે હાથ ધરવામાં આવે છે. જયારે 10295 જણાંને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. સોમવારે 679 સેમ્પલ સાથે કુલ 106685 સેમ્પલ લેવાયા તે પૈકી નેગેટિવ 104539 અને 1467 પોઝિટિવ 7મી સુધીમાં આવ્યા છે. એક્ટિવ કેસ 41 અને 1325 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે.
પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.