પંચાયતમાં બળાબળના પારખા:ડાંગમાં 39 ગ્રા. પંચાયતમાં સરેરાશ 84.89 ટકા મતદાન, આજે પરિણામ

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • િજલ્લામાં સૌથી વધુ વઘઇ તાલુકામાં 87.61%, સુબીરમાં 84.22% અને આહવામાં 82.56% મતદાન

ડાંગ જિલ્લામા ગઈ કાલે યોજાયેલી 39 ગ્રામ પંચાયતોના 36 સરપંચ તથા 326 સભ્યપદના મતદાનને અંતે કુલ સરેરાશ 84.89 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લા ચૂંટણી તંત્ર પાસેથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર આહવા તાલુકામા નોંધાયેલા 13 સરપંચ માટેના 37,791 મતદારો પૈકી 31,426 મતદારોએ મતદાન કરતા સરપંચપદ માટે 83.16 ટકા મતદાન નોંધાયુ હતું. જ્યારે 117 વોર્ડના સભ્યો માટે નોંધાયેલા 36,849 પૈકી 30,424 મતદારોએ મતદાન કરતા 82.56 ટકા નોંધાયું હતુ. આમ, આહવા તાલુકામા સરેરાશ 82.86 ટકા મતદાન થયું હતું.

વઘઇ તાલુકામા નોંધાયેલા 13 સરપંચ માટેના 37,731 પૈકી 27,776 મતદારોએ મતદાન કરતા 87.54 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 124 વોર્ડના સભ્યો માટે નોંધાયેલા 32,583 પૈકી 28,570 મતદારોએ મત આપતા 87.68 ટકા મતદાન નોંધાયું હતું. આમ, વઘઇ તાલુકામા સરેરાશ 87.61 ટકા મતદાન નોંધાયું હતું. સુબીર તાલુકામા નોંધાયેલા 10 સરપંચ માટેના 23,911 પૈકી 20,141 મતદારોએ મતદાન કરતા 84.23 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે 85 વોર્ડના સભ્યો માટે નોંધાયેલા 23,656 પૈકી 19,922 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતા 84.22 ટકા મતદાન નોંધાયું હતું.

આમ, સુબીર તાલુકામાં સરેરાશ 84.22 ટકા મતદાન થયું હતું. આમ, ડાંગ જિલ્લામા કુલ 36 સરપંચ માટે 79,343 જ્યારે 326 સભ્ય માટે કુલ 78,916 મતદારોએ મતદાન કરતા જિલ્લામાં સરેરાશ 84.89 ટકા મતદાન નોંધાયુ છે.

આજે ત્રણ સ્થળે મતગણતરી યોજાશે
ડાંગ જિલ્લામાં 19મી ડિસેમ્બરે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી મંગળવારે જુદા જુદા ત્રણ સ્થળોએ યોજાશે. જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી મળેલી વિગતો મુજબ આજે એટલે કે 21મીએ સવારે 9 વાગ્યાથી આહવા તાલુકાની ગ્રામ પંચાયતોની મતગણતરી સરકારી વિજ્ઞાન કોલેજ-આહવામાં, વઘઇ તાલુકાની મતગણતરી તાલુકા સેવા સદન-વઘઇમાં અને સુબીર તાલુકાની ગ્રામ પંચાયતોની મતગણતરી તાલુકા સેવા સદન-સુબીરમાં યોજાશે. આ તમામ મતગણતરી સ્થળે ડાંગ િજલ્લા પોલીસ વડાએ ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દઇ સલામતી અને સુરક્ષા માટેના પગલા ભર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...