આયોજન:આહવા કોલેજમાં ડિઝાસ્ટર અંગેના કાર્યક્રમમાં 300 છાત્રએ ભાગ લીધો

આહવા13 દિવસ પહેલા
  • કૉપી લિંક

આહવા સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં કોમ્યુનિટી હોલમાં કોલેજની એસ.આર.સી સમિતિ એન.એસ.એસ વિભાગ અને એન.સી.સી વિભાગ અંતર્ગત કોલેજનાં આચાર્ય ડો.યુ.કે.ગાંગુર્ડેનાં માર્ગદર્શનમાં કુદરતી આપત્તિ વ્યવસ્થાપન અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ વડોદરા 6ની ટીમ અને તેના ઇન્સ્પેક્ટર રાકેશ ટેલર ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં ખાસ કરીને આગ લાગવી, નદીમાં પૂર આવવું, વાવાઝોડુ વગેરે જેવી આપત્તિઓનાં સમયે બચાવ અને રાહતકાર્ય કેવી રીતે કરવું તે અંગેની માહિતી રાકેશ પટેલે આપી હતી અને તેમની ટીમે પ્રત્યક્ષ નિદર્શનનું પણ આયોજન કર્યું હતુ.

આ કાર્યક્રમમાં કોલેજના તમામ વર્ગના 300 જેટલા વિદ્યાર્થીએ હાજરી આપી હતી. આ ઉપરાંત કોલેજના સમગ્ર સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમનું સંચાલન એસઆરસી સમિતિના અધ્યક્ષ અજીતભાઈ પટેલે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...