તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ સહિત 3 પોઝિટિવ, કુલ આંક 184

આહવાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 307 સેમ્પલો લેવાયા, એક્ટિવ કેસ 12

ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવિત સહિત આહવા તાલુકાનો 25 વર્ષીય યુવક, વઘઇ તાલુકાની 12 વર્ષીય તરુણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયું હતું. ડાંગ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાનું ગ્રહણ લાગતા એક પછી એક કોરોનાનાં કેસો વધી રહ્યા છે.

ડાંગ જિલ્લામાં અગાઉ ધારાસભ્ય વિજયભાઈ પટેલ સહિત તેઓની ધર્મપત્ની હંસાબેન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા હોમ ક્વોરન્ટાઈન કર્યા છે. ડાંગ જિલ્લામાં ગતરોજ ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ મંગળભાઈ ગાવિત સહિત આહવા તાલુકાનાં ચીરાપાડા ગામનાં 25 વર્ષીય યુવક તથા વઘઇ તાલુકાનાં ખાતળ ગામની 12 વર્ષીય તરૂણીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયું હતું. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંક 184 પર પહોંચ્યો છે.

જેમાંથી 172 જેટલા દર્દી સંપૂર્ણપણે સાજા થઈ જતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલ 12 જેટલા દર્દી એક્ટિવ હોય જેઓ સારવાર હેઠળ છે. ડાંગ જિલ્લા આરોગ્ય વિભાગનાં રોગચાળા નિયંત્રણ અધિકારી ડી.સી.ગામીતનાં નેજા હેઠળ મંગળવારે સૌથી વધુ 307 સેમ્પલો લઈ વધુ તજવીજ હાથ ધરવામાં આવી હતી. કોરોના કાળમાં ડાંગ જિલ્લો એક સમયે કોરોનાના દરેક દર્દીઓ સારા થઇ જતાં એક પણ કેસ ન હોવાથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો