તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:સાપુતારામાં પોતાના જેવી કાર લૂંટવા ડ્રાઈવરને મોતને ઘાટ ઉતારનાર મહિલા સહિત 3 ઝબ્બે

આહવા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટૂંડીના યુવાનની લાશ સાપુતારાના સનરાઈઝ પોઈન્ટ પર ફાંસો ખાધેલી હાલતમાં મળી હતી

ગિરિમથક સાપુતારાનાં સનરાઈઝ પોઈન્ટ પર 7મી નવેમ્બરે સુરતના ટુંડી ગામનો રહીશ અને ડ્રાઈવર તરીકે કામ કરતા યુવાનની લાશ ફાંસો ખાધેલી હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવી હતી. આ કેસમાં ડાંગ પોલીસ દ્વારા લૂંટનાં ઇરાદે યુવાનની હત્યા કરવામાં આવી હોવાની સંભાવના સાથે તપાસ હાથ ધરી હતી. બે દિવસ પૂર્વે આ કેસમાં સંડોવાયેલા 2 શખસની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. આ કેસમાં સંડોવાયેલી મહિલાની પણ ડાંગ પોલીસે રાજસ્થાનથી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ હત્યા સ્વિફ્ટ ગાડીની લૂંટ માટે કરાઈ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારાનાં સનરાઈઝ પોઈન્ટ ઉપર ગત 7મી નવેમ્બરે સવારે શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ સંરક્ષણ દિવાલની એંગલ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી જે.આઈ.વસાવા, પી.જી.પટેલ, એલસીબી પીએસઆઈ પી.એચ.મકવાણા, પીએસઆઈ બી.આર.રબારી, પીએસઆઈ એમ.એલ ડામોર સહિત પોલીસની ટીમે હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવાન લક્ષ્મણ વસાવા સુરતના ઉમરપાડના ટૂંડીનો રહેવાસી હોય અને સુરતમાં ટ્રાવેલિંગનાં વ્યવસાયમાં ડ્રાઈવર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકનાં પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં દીકરાની ગુમ થયાની નોંધાવેલ ફરિયાદના આધારે અધિકારીઓને કડી મળી હતી.મૃતકનાં પિતાએ નોંધાવેલ ફરિયાદનાં આધારે પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી. ડાંગ પોલીસે તપાસ હાથ ધરતા સાપુતારા સનરાઈઝ પોઈન્ટ પાસે આવેલા સીસીટીવી કેમેરામાં 7મી નવેમ્બરે પસાર થયેલી પ્રવાસી કાર દેખાતા આ લાશનું કોકડુ શંકાસ્પદ જણાયું હતું. ડાંગ પોલીસે આ ઘટનામાં બે દિવસ પૂર્વે દશરથ, મહિમાલ નામના શખસની રાજસ્થાનથી અટકાયત કરી હતી. આ કેસમાં સંડોવાયેલી અન્ય સાગરીત મહિલા મીનાક્ષીની ગુરૂવારે ડાંગ પોલીસે ધરપકડ કરી હતી. હત્યાનાં આરોપમાં સંડોવાયેલા ત્રણે આરોપી મૂળ રાજસ્થાનનાં વતની છે. તેઓ છેલ્લા 2 વર્ષથી સુરત સ્થાયી થયા હતા. આ હત્યા સ્વીફ્ટ ગાડીની લૂંટ માટે કરાઈ હોવાનુ તપાસમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...