તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:ડાંગ ભાજપના મહામંત્રી સહિત 3 કોરોના પોઝિટિવ

આહવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ડાંગ જિલ્લામાં બુધવારે વધુ ત્રણ કોરોના પોઝિટિવ કેસો સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું.

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં હાલમાં દિનપ્રતિદિન કોરોનાનાં કેસોની સંખ્યા વધી રહી છે. ગતરોજ ડાંગ જિલ્લાનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલ તથા તેમના પત્ની હંસાબેન પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને હોમ ક્વોરન્ટાઈન કરાયા હતા. બુધવારે ડાંગ જિલ્લા ભાજપા સંગઠનનાં મહામંત્રી અને આહવા ગ્રામ પંચાયતનાં સરપંચ હરીરામભાઈ સાંવત સહિત આહવા તાલુકાનાં મૂળચોંડ ગામનાં 38 વર્ષીય યુવક તથા દીવાનટેબ્રુન ગામની 31 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો કુલ આંકડો 176 પર પહોંચ્યો છે. જેમાંથી 166 જેટલા દર્દી સાજા થતા તેઓને રજા આપવામાં આવી છે. જ્યારે હાલમાં કુલ 10 દર્દી એક્ટિવ હોય જે સારવાર હેઠળ છે. ડાંગ જિલ્લામાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ દ્વારા 6 જેટલા સ્થળોને કન્ટેઈનમેન્ટ ઝોન એરિયા જાહેર કરી સરવે હાથ ધર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો