તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવાની સુવાસ:ડાંગ જિલ્લાના 26 ગામોને 1 લીટરની ક્ષમતાના 52 નંગ ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન અપાયા

આહવા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી સ્થિત દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના લોકોને અપાયેલી ભેટ

ડાંગ જિલ્લો સંભવિત ત્રીજી લહેર અગાઉ તેનો મક્કમતાથી સામનો કરવા માટે સજ્જ થઇ રહ્યો છે. પ્રજાકીય સુખાકારીના જિલ્લા વહીવટી તંત્રના પ્રયાસોમા સહયોગી બનતા બારડોલી સ્થિત દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના પ્રજાજનો માટે તાજેતરમા 26 ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન આપવામા આવ્યાં છે. કોરોના સંક્રમિત દર્દીઓને જો શ્વાસ લેવામા તકલીફ ઉભી થાય તો તેમને જરૂરી ઓક્સિજન ઘરબેઠાં જ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે જરૂરી એવા આ ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન સાથે તેના ઉપયોગ અંગેની જાણકારી પણ ગ્રામ્ય વિસ્તારના સ્વયંસેવકોને આપવામા આવી છે.

જેથી જરૂરિયાતના સમયે તેઓ તેનો ઉપયોગ કરીને જરૂરિયાતમંદ દર્દીને ઘરબેઠાં જ ઓક્સિજન ઉપલબ્ધ કરાવી શકે. એક લીટરની ક્ષમતાના કુલ 52 નંગ ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન જિલ્લાના 26 ગામ વચ્ચે અર્પણ કરવાના કાર્યક્રમમા આહવાના સરપંચ હરિરામ સાવંત સહિત ટ્રસ્ટના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર ડો.મુકેશભાઈ અને ડાંગના કો-ઓર્ડિનેટર રાજેશભાઈ પટેલ દ્વારા પસંદગીના 26 ગામની આશા બહેનો તથા ટ્રસ્ટના કર્મચારીને સોંપવામા આવ્યા હતા.

કોરોનાની સંભવિત ત્રીજી લહેર અગાઉ પાણી પહેલા પાળ બાંધતી આ સુવિધાનો લાભ આહવા તાલુકાના મુખ્ય મથક આહવા સહિત ચનખલ, ધવલીદોડ, ચિકટીયા, ટાકલીપાડા, કામદ, મોહપાડા અને હારપાડા સહિત, વઘઈ તાલુકાના ચીરાપાડા, બારીપાડા, ચીખલી, ભાપખલ, શિવારીમાળ, કુંડા, મોટા માળુંગા, હેદીપાડા અને રાનપાડા તથા સુબીર તાલુકાના ખાંભલા, ગરુડીયા, ગૌહાણ, સાવરદા, સાવરખલ, બીજુરપાડા, ઝરણ, નક્ટીયાહન્વત અને બરડીપાડા ગામોને મળશે.

વડબારી ગામે 70 પ્રાણવાયુ રક્ષાયંત્રનું વિતરણ
વાંસદાના વડબારી ફળિયામાં દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા મનપુર વિસ્તારના આજુબાજુ ગામની બહેનો, આશાવર્કરો, આંગણવાડી વર્કરોને કોરોનાની મહામારી અંતર્ગત ઓક્સિજનની અછત માટે પ્રાણવાયુ રક્ષાયંત્ર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના હસ્તે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલીમાં કામ કરનારી જ્યોતિધર, ગ્રામ સંયોજક, આશાવર્કર જેવી 70 બહેનોને ઓક્સિજન મશીનનું વિતરણ કરાયું હતું.

આ પ્રાણવાયુ રક્ષાયંત્રની સાથે ઓક્સિમીટર અને ટેમ્પરેચર ગનનું પણ વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમમાં વાંસદાના તાલુકા પંચાયતના સદસ્ય યોગેશભાઈ, સરાના અંકિતભાઈ, લીમઝરના હસમુખભાઈ, યુવા પ્રમુખ નિકુંજભાઈ, મનિષભાઈ તેમજ દિવાળીબેન ટ્રસ્ટ બારડોલીના જ્યોતિબેન હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...