આત્મનિર્ભર:રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનમાં ડાંગના 21 સખી મંડળોએ ભાગ લીધો

આહવા6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગ્રામ્ય નારીઓને આત્મનિર્ભર બનાવતા રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન કાર્યક્રમ અંતર્ગત આહવા ખાતે ગ્રામીણ સખી મંડળોના પ્રાદેશિક મેળાનુ આયોજન કરવામા આવ્યુ છે. આહવાના ડાંગ સેવા મંડળના પટાંગણમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના NRLM દ્વારા ડાંગ જિલ્લાના ત્રણેય તાલુકાઓના પસંદગીના 21 જેટલા સખી મંડળો દ્વારા તા.26/11/2021 સુધી આયોજિત આ પ્રાદેશિક મેળામાં સ્થાનિક ભોજન ઉપરાંત વિવિધ નાસ્તા, પરંપરાગત વાનગીઓ સહિત ફાસ્ટ ફૂડ, નાગલી-મશરૂમ અને ચોખાની વિવિધ વાનગીઓ, નાગલી અને ચોખાના વિવિધ ઉત્પાદનો, દેશી અનાજ, કઠોળ, સ્થાનિક મસાલા, વાંસનું અથાણું, કાજુ, મધ, અને વાંસના રમકડાં, શો પીસ, હેન્ડીક્રાફ્ટની વિવિધ બનાવટો સહિત ખાણીપીણીના સ્ટોલ રજૂ કરાયા છે.

ડાંગ જિલ્લા વિકાસ અધિકારી-વ-જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન ડો.વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ.એન.ચૌધરી તથા તેમની ટીમ દ્વારા આયોજિત આ પાંચ દિવસીય પ્રાદેશિક મેળાનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવીત તથા ધારાસભ્ય વિજયભાઇ પટેલના વરદ હસ્તે કરવામા આવ્યુ હતુ. આ વેળા ડાંગ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના અધ્યક્ષઓ, સદસ્યો, સખી મંડળની બહેનો, સંબંધિત વિભાગોના અધિકારી, કર્મચારીઓ તથા નગરજનો વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...