તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:માલેગામમાં બેગમાંથી ચોરી કરનાર નાસિકના 2 તરૂણ ઝબ્બે

આહવા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના સહેલાણીઓની બેગમાંથી ચોરીનો કેસ
  • રૂ. 52,000 રોકડ-દાગીનાની ચોરીની ફરિયાદ થઈ હતી

સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ માલેગામ ટેન્ટ વિલેજમાં અમદાવાદથી ટ્રેકિંગ માટે આવેલી યુવતીઓનાં બેગમાંથી રોકડ રકમ સહિત સોનાનાં દાગીનાની ચોરી કરનાર મહારાષ્ટ્રનાં બે તરૂણની સાપુતારા પોલીસની ટીમે અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.

થોડા દિવસ પહેલા અમદાવાદથી શ્રદ્ધા ઘનશ્યામ ચાવડા સહિત અન્ય યુવતીઓ લકઝરી બસમાં ડાંગ જિલ્લાનાં જંગલમાં ટ્રેકીંગ માટે આવ્યાં હતા. તેઓ સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલ માલેગામમાં ઇન્વેસીબલ એનજીઓ કેમ્પ સાઈટમાં રોકાયા હતા. અહી શ્રદ્ધા ચાવડા, મહિમા સોની, પૂજાબેન મેદપરા, પીનલબેનને એક ટેન્ટ આપવામાં આવ્યો હતો. જેઓ સામાન મૂકી જમવા જતા તેઓનાં બેગમાંથી કુલ રૂ. 52,000ની રોકડ તથા દાગીનાનો મુદામાલ કોઈક ચોરી જતા તેઓએ સાપુતારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અમદાવાદનાં પ્રવાસી યુવતીઓની ફરિયાદનાં આધારે સાપુતારાના પોલીસકર્મીની ટીમમાં સંજયભાઈ ભોયે, શક્તિસિંહ સરવૈયા, નવલસિંહ પરમાર સહિતએ ચોરીનાં આરોપીઓનું પગેરુ કાઢવાની કવાયત હાથ ધરી હતી.

બુધવારે સાપુતારા ટેબલ પોઈંટ ઉપર જતા રસ્તે સ્વામિનારાયણ ત્રણ રસ્તા પાસે બે શખસ પૈકી એક શખસ કાળા કલરની બેગ લઈ ચાલતો જઈ રહ્યો હતો તેના પર સાપુતારા પોલીસની ટીમને શંકા જતા ઉભો રાખી બેગની અંદર તપાસ કરતા બેગમાંથી અમદાવાદનાં મહિમાબેન સોનીનું પાનકાર્ડ, એટીએમ કાર્ડ સહિત ડેબિટ કાર્ડ મળી આવ્યા હતા. અહી સાપુતારા પોલીસની ટીમ દ્વારા મુદ્દામાલ સંદર્ભે પૂછપરછ કરતા બે તરૂણ (રહે. નાસિક)ની અટક કરી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...