તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

તંત્ર:ડાંગમાં 183 વિકાસનાં કામ મંજૂર : ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાં અને બોર્ડર વિલેજ યોજના હેઠળ લીલીઝંડી

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4.60 કરોડ ફાળવાયા હવે અટકેલો વિકાસ પાટે ચઢશે તેવો આશાવાદ

ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ અને સંગઠનની રજૂઆત બાદ ગુજરાત આદિજાતિ વિકાસ મંત્રી ગણપતભાઈ વસાવાએ ન્યુ ગુજરાત પેટર્ન યોજનાં હેઠળ રૂ. 4.60 કરોડ રસ્તાઓ, નાળા, નાની સિંચાઈ, સામાન્ય શિક્ષણ, લઘુ ઉદ્યોગ સાધનસામગ્રી માટે અને બોર્ડર વિલેજ યોજનાંમાં ડાંગનાં લોકોનાં વિકાસ માટે રૂ. 3.80 કરોડ આવાસ, પીવાનું પાણી,શિક્ષણ, રોજગારી આમ કુલ રૂ. 8.40 કરોડના ખર્ચે 183 કામ મંજૂર થતાં લોકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ બાબુરાવભાઈ ચૌર્યા, માજી ધારાસભ્ય વિજયભાઈ તથા પદાધિકારી તથા મોવંડી મંડળે વન અને પર્યાવરણ અને ગુજરાત આદિજાતિ વિભાગનાં મંત્રી ગણપતભાઈ વસાવાને ડાંગનાં લોકોનાં પાયાનાં પ્રશ્નો બાબતે રજૂઆત કરી હતી. આ રજૂઆતને ધ્યાને લઈ આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવાએ ડાંગ જિલ્લા પંચાયત સીટ પ્રમાણે આદિજાતિ વિભાગ, ગાંધીનગર દ્વારા ડાંગનાં આદિવાસી ગરીબ લોકોને ઘરઆંગણે રોજગારી, પાયાની સુવિધા મળી રહે તે માટે કરોડોની ગ્રાંટ મંજૂર કરવામાં આવી છે. જેમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજનાં હેઠળ 10 ટકાની જોગવાઈ મુજબ વલસાડનાં કપરાડા અને ડાંગનાં વિકાસ માટે વર્ષ 2020-2021 રૂ. 735.00 લાખમાં ડાંગ જિલ્લાનાં ગરીબ લોકોને પાયાની સુવિધા મળી રહે તે હેતુથી રૂ. 4.60 કરોડ, વર્ષ 2020-21માં ડાંગ જિલ્લાનાં આહવા, સુબીર અને વઘઈ તાલુકામાં રહેતાં લોકોને પાયાની સુવિઘા જેવી કે શાળાનાં કંપાઉન્ડ વોલ, પેવર બ્લોક, વોકવે પર પેવર બ્લોક, નાળાના કામો, પીવાનાં પાણીની ટાંકી, પશુ માટે હવાડાનાં કામ, સ્મશાનભૂમિ ઘરનાં કામો, વરસાદી પાણીની ગટરનાં કામ, સામૂહિક કુવાનાં કામ, કમ્પ્યૂટર ટુલ કીટ સાથે તાલીમ વર્ગો, વાંસ કામ તાલીમ વર્ગો (ટુલ કિટ સાથે), સુથારી તાલીમ કીટ સાથે સી.સી રસ્તાના કામ મંજૂર કરવામાં આવ્યાં છે. જયારે બોર્ડર વિલેજ યોજનામાં આદિજાતિ વિભાગ,ગાંધીગનગર દ્વારા ડાંગનાં અન્ય રાજયનાં બોર્ડર આવેલા ગામો કે જયાં પાયાની સુવિધાથી વંચિત હોય તેવાં ગામોને આવરી લઈ લોકોનાં વિકાસ માટે બોર્ડર વિલેજ છ પાયાની સુવિધા જેવી કે આવાસ, પીવાનું પાણી, શિક્ષણ, રસ્તા, રોજગારી આપવા માટે વર્ષ-2020-21માં કુલ રૂ. 3.87 કરોડની ગ્રાંટમાંથી કુલ 45 કામ મંજૂર કરવામાં આવ્યાં છે. આમ ગુજરાત સરકાર દ્વારા ડાંગ જિલ્લાનાં લોકોનાં વિકાસ માટે કુલ રૂ. 8.40 કરોડ મંજૂર થયાં છે, જેમાં 183 વિકાસનાં કામ મંજૂર થતાં ડાંગનાં લોકોને રાહત થઈ છે. ડાંગ જિલ્લા ભાજપ પ્રમુખ બાબુરાવભાઈ તથા મોવંડી મંડળે ગણપતભાઈનો આભાર વ્યકત કર્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો