પ્રશંસનીય સેવા:ડાંગમાં પીડિત મહિલાઓની વહારે 181 અભયમ

આહવા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાંગમાં મહિલાઓને મદદરૂપ થતી અભયમ 181ની ટીમ. - Divya Bhaskar
ડાંગમાં મહિલાઓને મદદરૂપ થતી અભયમ 181ની ટીમ.
  • જિલ્લામાં અનેક મહિલાઓની સમસ્યા ઉકેલવામાં અભયમની ટીમે મદદ કરી

સાપુતારા 06-03-2022 ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છેવાડાનાં માનવીઓને સરળતાથી અને સગવડતાભરી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવેલ છે. સમાજમાં મહીલાઓને ઘરેલું હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલીક ધોરણે બચાવ, મદદ અને સલાહ ઉપરાંત સરકારની મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ગુજરાત સરકારનાં મહિલા અને બાળવિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા 8મી માર્ચ 2015નાં દિનને આંતરરાષ્ટ્રીય મહીલા દિવસ ઘોષિત કર્યો છે.

મહિલા દિવસની સાથે રાજ્યવ્યાપી 181 અભયમ મહિલા હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવતા જશવંત પ્રજાપતિ ચીફ ઓપરેટિંગ ઓફિસરે જણાવ્યુ હતુ કે, 181 અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્વારા મહિલા સશક્તિકરણમાં ખુબ જ અગત્યની સેવા તરીકે સાબિત થઇ છે. આ ઇમરજન્સી સેવા થકી કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંઝવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી પિડીત મહીલાઓને મદદ, માર્ગદર્શન અને બચાવ થતો હોઇ ગુજરાતની મહીલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કરેલ છે. 108ની સેવા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી 24x7 કલાક સેવાઓ આપતી મહિલા હેલ્પલાઇન કાર્યરત કરેલ છે.

ડાંગ જિલ્લાની વાત કરીએ તો 181 અભયમ મહિલા હેલ્પલાઈન એમ્બ્યુલન્સ દ્વારા વર્ષ 2021 દરમિયાન ડાંગ જિલ્લામાંથી 704 જેટલા સર્વિસ કોલ મળેલ હતા. જેમાંથી 254 કિસ્સામાં અભયમ રેસ્કયુ ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી પીડિત મહિલાઓનો બચાવ અને મદદ પહોચાડવામાં આવી હતી.જ્યારે 199 કેસોમાં અસરકારક કાઉન્સિલીંગથી સમાધાન કરી પારિવારિક શાંતિ સ્થાપવામાં આવી હતી. આ ઉપરાંત ઘરેલુ હિંસાનાં 351, લગ્નજીવનનાં વિખવાદવાળા 47, ખોવાયેલા- ભૂલા પડેલા 3, માનસિક શારિરીક હેરાનગતિમાં 76 બીનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિમાં 9 અને કામના સ્થળે જાતિય સતામણીનાં 1, આત્મહત્યાનાં વિચારોથી મુક્તિનાં 2 જેટલા કેસોને સફળતાપૂર્વક થાળે પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...