તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ડાંગના વિહીરઆંબા પાસે જીપ પલટી જતા 10ને ઇજા

આહવા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બ્રેક ફેઈલ થઈ જતા દુર્ઘટના સર્જાઇ

ડાંગ જિલ્લાનાં શામગહાનથી આહવાને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં વિહીરઆંબા-કાહડોળઘોડી ગામ નજીકનાં ઘાટ માર્ગમાં પેસેન્જર ભરેલી માર્શલ જીપ પલ્ટી મારી જતા ઘટના સ્થળે 10થી વધુ મુસાફરોને ગંભીર ઇજાઓ પોહચવાની સાથે અકસ્માત સર્જાયો હતો.

રવિવારે ગલકુંડનાં વનારથી પેસેન્જરો ભરી આહવા તરફ જઈ રહેલ માર્શલ જીપ.ન.જીજે.09.એમ.7947 જેનો શામગહાનથી આહવાને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં વિહીરઆંબા-કાહડોળઘોડી ઘાટમાર્ગમાં અચાનક બ્રેક ફેઈલ થઈ જતા ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ જીપ પલ્ટી મારી જતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતનાં બનાવમાં જીપમાં સવાર 10થી વધુ પેસેન્જરોને શરીરનાં ભાગે નાની-મોટી ઇજાઓ પોહચતા તેઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલીક સારવારનાં અર્થે આહવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ અકસ્માતનાં બનાવમાં માર્શલ જીપને જંગી નુકસાની થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો