રાજકારણ:ડાંગ જિલ્લા પંચાયતના 1 અને તા.પં. ના 3 સભ્ય ભાજપમાં જોડાયા

આહવાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આદિજાતિ મંત્રીનાં હસ્તે કેસરિયો ખેસ પહેરાવાયો

ડાંગ જિલ્લામાં શનિવારે બરડા જિલ્લા પંચાયતનાં કોંગ્રેસી સભ્ય અને આહવા અને વઘઇ તાલુકા પંચાયતનાં કોંગ્રેસી સભ્યોએ આદિજાતિ મંત્રીનાં હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. ડાંગ જિલ્લો વર્ષોથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે.ગત રાજ્યસભાની ચૂંટણી ટાણે ડાંગનાં માજી ધારાસભ્ય ડો.મંગળ ગાંવિતનાં રાજીનામા આપ્યા બાદ ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પક્ષની જમીન ખસતી દેખાઈ રહી છે. આવનાર દિવસોમાં વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ યોજાનાર છે, જે અગાઉ જ કોંગ્રેસનાં ગઢ ગણાતા ડાંગ જિલ્લામાં કોંગ્રેસનાં એકમાત્ર કદાવર નેતા ડો.મંગળ ગાવિતે રાજીનામુ આપ્યુ છે જે બાદ હજારોની સંખ્યામાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રથમ વખત લોકોએ કેસરિયો ધારણ કર્યો હતો. જે સિલસિલો યથાવત રહેતા શનિવારે વઘઇ તાલુકો જ્યા બરડા જિલ્લા પંચાયતનાં ચાલુ સભ્ય લાલભાઈ ગાવિત તથા અન્ય આહવા અને વઘઇ તાલુકા પંચાયતનાં કુલ 3 કોંગ્રેસી સભ્યે કેસરિયો ધારણ કરતા ડાંગ જિલ્લા કોંગ્રેસમાં મોટુ ગાબડું પડ્યું છે. આહવા તા.પં.ના અલકાબેન તેમજ વઘઇ તાલુકા પંચાયતનાં કોંગ્રેસી સભ્યોમાં પ્રકાશ વાઘેલા અને જહિદાબેને આદિજાતિ મંત્રી ગણપતભાઈ વસાવાનાં હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...