તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:સાપુતારા ઘાટમાં જુદાજુદા ત્રણ સ્થળોએ અકસ્માતમાં 1નું મોત

આહવા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માલેગામના રહીશ અને બોટીંગ સંચાલકનું મૃત્યુ નિપજ્યું

ગુરૂવારે રાત્રિનાં અરસામાં સાપુતારા સર્પગંગા તળાવનાં બોટીંગ પરથી પોતાની બાઈક (નં. જીજે-15-એકે-9489) પર ઘરે માલેગામ જઈ રહેલા પાંડુભાઈ ભાવડુ બાગુલને સાપુતારાથી શામગહાનને સાંકળતા સાપુતારા-માલેગામ ઘાટ માર્ગમાં સુરત તરફથી પિંપળગાવ મહારાષ્ટ્ર તરફ જઈ રહેલી પીકઅપ વાન (નં. એમએચ-15-એચઈ-9495)નાં ચાલકે પૂરપાટવેગે અડફેટે ટક્કર મારતા ઘટનાસ્થળે બાઈક પીકઅપ વાનનાં વ્હીલનાં નીચે આવી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈક ચાલક પાંડુભાઈ બાગુલનાં ગંભીર ઈજા પહોંચતા તેનુ સારવાર દરમિયયાન મોત નિપજ્યું હતું.

આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં ગતરોજ રાત્રિનાં અરસામાં સંગમનેરથી ટામેટાનો જથ્થો ભરી રાજકોટ તરફ જઈ રહેલી ટ્રક (નં. જીજે-03-બીડબ્લ્યુ-5554)જે પણ સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં યુટર્નમાં ચાલક દ્વારા અચાનક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડ સંરક્ષણ દિવાલ કુદી ખાડામાં ખાબકી પલટી મારી ગઈ હતી. આ બનાવમાં ટ્રક સહિત ટામેટાનાં જથ્થાને જંગી નુકસાન થયું હતું.

જ્યારે ટ્રક ચાલક અને કલીનરનો ચમત્કારિક બચાવ થયો હોવાની વિગતો સાંપડી છે. જ્યારે ત્રીજા બનાવમાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં આહવા તાલુકાનાં જોગબારી ગામનાં બાઈક ચાલકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા આ યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની શામગહાન સીએચસીમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...