અકસ્માત:સાપુતારા પેટ્રોલપંપ નજીક ઉભેલા ટેમ્પો સાથે બાઇક ભટકાતા 1નું મોત

આહવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડગખાદી ગામના વળાંકમાં કાર પલ્ટી, બે નો બચાવ

ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારાના પેટ્રોલપંપ નજીક ઉભેલા આઈસર ટેમ્પો જોડે બાઈક ચાલક અથડાતા ઘટનાસ્થળે બાઈક ચાલકનું મોત નીપજ્યુ હતું. જ્યારે બીજા બનાવમાં આહવા-વઘઇ માર્ગનાં નડગખાદી ગામ નજીકનાં વળાંકમાં આઈ-20 કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

ગતરોજ રાત્રિનાં 8 વાગ્યાનાં અરસામાં નાસિક તરફથી ટામેટાનો જથ્થો ભરી બારડોલી તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો (નં. જીજે-26-ટી-5834) જે સાપુતારાનાં પેટ્રોલપંપ નજીક આવેલ રેસ્ટોરન્ટ પાસે ઉભો હતો. તે અરસામાં નિલેશભાઈ સોનુભાઈ ગાવિત (ઉ.વ. 27, રહે. ચીખલી, તા.આહવા)એ પોતાની બાઈક (નં. જીજે-30-સી-5854)ને ટેમ્પોનાં પાછળનાં ભાગે ભટકાવતા ઘટનાસ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં બાઈક ચાલક નિલેશભાઈ ગાવિતનાં માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું.

આ બનાવ સંદર્ભે સાપુતારા પોલીસની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જ્યારે બીજા બનાવમાં વઘઇ તરફથી આહવા તરફ જઈ રહેલ આઈ-20 કાર (નં. જીજે-21-એક્યુ-3758) જે આહવાથી વઘઇને સાંકળતા રાજ્યધોરીમાર્ગનાં નડગખાદી ગામ નજીકનાં વળાંકમાં ચાલક દ્વારા સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા આ કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં કારને જંગી નુકસાન થયું હતું. જ્યારે કારમાં સવાર ભાઈ-બહેનનો ચમત્કારિક બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...