તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વઢવાણના ખેડૂતોને ઘઉંના વેચાણ માટે રઝળપાટ

વઢવાણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • તાલુકાના શેખપર પાસે ધીમી ગતિએ ઘઉંની ખરીદી પ્રક્રિયા શરૂ થતાં ખેડૂતો પરેશાન
 • દરરોજ 2800 મણ ઘઉંની ખરીદી કરી રહ્યા છીએ, મજૂરો ન મળતાં મુશ્કેલી પડી રહી છે : ખેડૂતો

ઝાલાવાડના ખેડૂતોની કોરોના મહામારી વચ્ચે કઠણાઇ વધી રહી છે. વઢવાણ તાલુકાના ખેડૂતોના ટેકાના ભાવની ખરીદીનુ કેન્દ્ર મુળી તાલુકાના શેખપર ગામ પાસે શરૂ કરાયુ છે. ત્યારથી 15 થી 20 કિ.મી દુર ગામડાઓમાંથી આવતા ખેડૂતોને ટીફિન લઇને કલાકો સુધી તપવુ પડે છે. આથી ઘઉંની ખરીદી ઝડપી બને નજીકના કેન્દ્ર પર કરવાની માંગ ઉઠી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઘઉંનુ વાવેતર અને ઉત્પાદન પુષ્કળ થયુ છે. પરંતુ માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓ એક મણે રૂ.325 થી રૂ.360 આપી રહ્યા છે. જ્યારે આ જ ઘઉં વઢવાણયાર્ડમાં રૂ.380 થી રૂ.410માં ગ્રાહકોને વેપારી વેચી રહ્યા છે. આથી ખેડૂતોને ટેકાના ભાવે ઘઉંની ખરીદી સરકાર શરૂ કરી છે. જેમાં એક મણના રૂ.385 ભાવ નક્કી થતા વેપારીઓને ખેડૂતોને લુંટવાનો કારસો સફળ થયો નથી. વઢવાણ તાલુકાના ખેડૂતો માટે મૂળી તાલુકાના શેખપર ગામ પાસે નાગરીક પુરવઠા નિગમ અને ખેતીવાડી વિભાગ કેન્દ્ર શરૂ કર્યુ છે. આથી વસ્તડી, મઢાદ, ટુવા, બલદાણા, રઇ, મેમકા, દેદાદરા, ખજેલી વગેરે ગામોના ખેડૂતોને 20 કિ.મી દુર પડે છે. ઘઉંની ખરીદીની પ્રક્રિયા ધીમી હોવાથી સવારથી સાંજ થાય છે. ખેડૂત આગેવાન મોહનભાઇ પટેલ વગેરે કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે.આ રજૂઆતમાં જણાવ્યા મુંજબ રોજ 7 થી 8 ટ્રેક્ટરની ખરીદી થાય છે. ઉપરાંત બે હેક્ટરની મર્યાદામાં 150 મણ ઘઉંની ખરીદીમાં લાંબા સમય જાય છે. આથી દરરોજ 20 થી 25 ટ્રેક્ટરોની ખરીદી કરવી જોઇએ. આ અંગે ખરીદી કેન્દ્રના સંચાલક ડી.જી.રાઠોડે જણાવ્યુ કે વઢવાણ તાલુકાનુ કેન્દ્ર ઉચ્ચકક્ષાએ નક્કી કરાયુ હશે. વઢવાણ તાલુકાના 905 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. અમો દરરોજ 15 થી 14 ટ્રેક્ટરો અને 2800 મણ ઘઉંની ખરીદી કરી રહ્યા છીએ અમોને મજૂરો ન મળતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે.
ખેડૂતો ટીફીન લઇને ઘઉં વેચવા જવા મજબુર
વઢવાણ તાલુકાના ખેડૂતોને મૂળી તાલુકાના શેખપર ગામે ઘઉં વેચવા જવુ પડે છે. જેમાં સવારથી સાંજ સુધી ઘઉંના નાણા મળતા નથી. આથી અનેક ખેડૂતો ટીફિન લઇને સવારે ગામડેથી નીકળીને મૂળીના શેખપર ગામે પહોંચે છે. આથી ખેડૂતોને તમામ ઘઉંની ખરીદી અને ઝડપી થાય તેવી માંગ છે. - પટેલ અમીતભાઇ, અસવાર ધરમેન્દ્રસિંહ (ખેડૂતો)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો