તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:વઢવાણમાં મહારાષ્ટ્રના ગૌસેવકો લોકડાઉનને કારણે અટવાઈ ગયા

વઢવાણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 80 જેટલા લોકોને વતન જવાની મંજુરી ન મળતા ફસાયા

વઢવાણ - રતનપર બાયપાસ રોડ પર લોકડાઉન સમયથી 80 જેટલા ગૌ સેવકો ફસાયા છે. મૂળ મહારાષ્ટ્ર રાજ્યના આ પરીવારોને વતન પરત જવુ છે. પરંતુ મંજુરી ન મળતા ભુખ્યા પેટે દિવસો પસાર કરવા મજબુર બન્યા છે.જો મંજુરી મળે તો સ્થાનિકો અને ગૌસેવકોએ મદદ કરવાની તૈયારી દર્શાવી છે. વઢવાણમાં હજારો પરપ્રાંતિયો કોરોના મહામારી વચ્ચે ફસાઇ ગયા છે. વઢવાણ જીઆઇડીસી રાજકોટ હાઇવે પર લોકડાઉનને કારણે અનેક પરીવારો બે ટંક ભોજન માટે રઝળી રહ્યા છે. આ પરપ્રાંતિયો માદરે વતન જવા માટે સરકારી કચેરીમાં અધિકારીઓને મંજૂરી આપવા કરગરી રહ્યા છે.પરંતુ અધિકારીઓ એકબીજાને ખો આપીને ભોજન અને રહેવા માટે આશ્વાસનો આપી રહ્યા છે. વઢવાણ-રતનપર બાયપાસ રોડ પર 80 જેટલા ગૌસેવકો મહારાષ્ટ્રના પુના જવા ઇચ્છી રહ્યા છે. પરંતુ તેઓને વહીવટી તંત્ર મંજૂરી ન આપતા અટવાઇ પડ્યા છે. આ અંગે ગૌસેવક પરેશભાઇ શાહે જણાવ્યુ કે આ પરીવારો ગુજરાતમાં ગૌ સેવા, ગાય બચાવો જાગૃતિ ફેલાવી રહ્યા છે. આથી કલેક્ટર અને આગેવાનો ગૌસેવકોને વતન પહોંચાડે તેવી લાગણી અને માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો