તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:વિરમગામના અલીગઢ પાસે યુવકનું બાઇક અડફેટે મોત, યુવાન મોડી રાતે રોડ ક્રોસ કરી રહ્યો હતો

વિરમગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિરમગામ શહેરના ભોજવા રોડ ઉપર આવેલ અલીગઢ વિસ્તારમાં 3 ઓગસ્ટ સોમવાર રક્ષાબંધનના દિવસે જ બહેનના ઘરે રહેતા રસિક ઠાકોર નામના યુવાન નું ઘરની બાજુમાં જ આવેલ હાઈવે પર રોડ ક્રોસ કરવા જતા બાઇકની અડફેટે આવી જતા માથામાં ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

વિરમગામ શહેર 3 ઓગસ્ટ સોમવારે રાત્રે વિરમગામ-માંડલ રોડ પર અલીગઢ પાસે રસ્તા પરથી 34 વર્ષીય રસિકભાઈ છગનભાઈ ઠાકોર નામનો યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે દરમિયાન રોડ પરથી પૂર ઝડપે આવી રહેલ બાઇક ચાલકે અડફેટે લેતા યુવકના માથામાં અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાઇક સવાર 1યુવકો ને પણ માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયો હતો જયારે બીજા યુવકને સામાન્ય ઈજાઓ થઈ હતી જ્યારે બાઇકની પરફેક્ટ આવેલ રસિક ઠાકોર રહે.અલીગઢ મૃત્યુ પામેલ યુવકની લાશને પીએમ અર્થ વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી મળતી માહિતી મુજબ બંને ઇજાગ્રસ્તો ભોજવા ગામના અજય ઠાકોર અને અલ્પેશ ઠાકોર નામ ના યુવાનોના પરિવારજનો અને મૃતકના પરિવારજનો દ્વારા એકબીજા પર ગફલત અંગે આક્ષેપો કરી રહ્યા હતા. વિરમગામ ટાઉન પોલીસ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...