કાર્યવાહી:દેત્રોજ પોલીસે ફતેપુરા કેનાલ પાસેથી દારૂ અને બીયર ભરેલી કાર ઝડપી

રામપુરા ભંકોડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 50,400નો દારૂ અને બિયર સાથે રૂ. 5,50,400નો મુદ્દામાલ કબજે કર્યો

અમદાવાદ રેન્જ આઈ જી વી ચંદ્રશેખર, જિલ્લા પોલીસ અધિક્ષક અમિતકુમાર વસાવાની સંયુક્ત સૂચનાને ધ્યાનમાં લઇ વિરમગામ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડી એસ ચૌહાણ, સીપીઆઈ જેડી ડાંગરવાલાના સીધા માર્ગદર્શન હેઠળ દેત્રોજ સહિતની પોલીસ દ્વારા દારૂ, ચોરી, જુગાર સહિતની બદિઓ ડામવા કમર કશી છે.

દેત્રોજ પો.સ્ટે.ના એન એલ દેસાઈ (પીએસઆઇ), રાજુભાઈ થાવરાજી (એએસઆઈ), પંચદેવકુમાર પાંડે (અહેડકો), અને અપોકો નરેશભાઈ જયહિન્દસિંહ સિધ્ધરાજસિંહ અને ડ્રાઇવર સહદેવસિંહ સહિતની પોલીસ ટીમ કટોસણ રોડ આઉટ પોસ્ટ વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન નરેશભાઈ અપોકોને ખાનગી રહે બાતમી મળી હતી કે ફતેપુરાની સીમમાં નર્મદાની કેનાલની બાજુમાં બાવળની જાડીમાં કારમાં દારૂ સગેવગે કરવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે દેત્રોજ પોલીસની ટીમ ફતેપુરા કેનાલ પાસેની બાવળની જાળીમાં છાપો માર્યો હતો. જ્યાં બલેનો કાર મળી આવી હતી. કારમાં તપાસ કરતાં તેમાંથી પરપ્રાંતિય દારૂ અને બીયરના ટીન કુલ નંગ 504 મળી આવ્યા હતા. જેની બજાર કિંમત રૂ.50,400 અને બલેનો કારની કિંમત રૂ.5,00,000 સાથે કુલ રૂ.5,50,400નો મુદ્દામાલ કબજે કરી આરોપીને ઝડપી પાડવા દેત્રોજ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...