તપાસની માગ:વિરમગામ ST બસ સ્ટેન્ડમાં ભ્રષ્ટાચાર બાબતે લેખિત રજૂઆત

વિરમગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડ્રાઈવર-કંડક્ટરના રેસ્ટ રૂમના ટોઇલેટ બ્લોકમાંથી વીજચોરી કરતા હોવાથી સિક્યુરિટી તપાસની માગ

એસ.ટી સલાહકાર સમિતિના સભ્ય કનુભાઈ શ્રીવાસ્તવ દ્વારા એસ.ટી સેન્ટ્રલ કચેરી ખાતે M.D ને લેખિત રજુઆત કરાઈ કે 1 વર્ષથી એસ.ટી બસ સ્ટેન્ડ પાર્સલ એજન્સીવાળાના પિતા જેઓ 1 કંડકટર છે પરંતુ દાદાગીરી કરી અન્ય વપ્રસમાં J.Aનું ટેબલ સંભાળે છે. આ એજન્સી વાળા એસ.ટી બસ સ્ટેન્ડમાં આવેલ ડ્રાઈવર-કંડકટરના રેસ્ટ રૂમના ટોયલેટ બ્લોકમાંથી વીજ ચોરી કરતા હોવાથી સિક્યુરિટી તપાસની માંગણી કરવા આવી હતી.

આ બાબતે અગાઉ જનરલ મેનેજર પ્રજાપતિને વોટ્સ એપના માધ્યમથી ફોટા અને વીડિયો પણ મોકલવામાં આવ્યા હતા અને સિક્યુરિટી તપાસની માંગણી કરવામાં આવી હતી. પરંતુ જનરલ મેનેજર દ્વારા કોઈ તપાસ ન આપી આ સમગ્ર હકીકત લીક કરતા ગુનેગારને છાવરવાનો પ્રયાસ કરાયો હતો. તથા તાત્કાલિક વીજ મીટર લગાવવાનો મોકો આપી સહકાર આપ્યો હતો. અન્ય 1 બીજો કર્મચારી જે ટી.સી છે. તેમ છતાં દાદાગીરીથી અન્ય વપરાશમાં ડ્યુટી લિસ્ટ બનાવવાની કામગીરી કરતાં હતા પરંતુ તેમની વિરુદ્ધ વધુ ફરિયાદો થતાં ત્યાંથી હટાવી ડીઝલ પમ્પ પર કામગીરી સોંપવામાં આવી હતી.

જાણવા મુજબ 1 લી ઓગસ્ટથી 20 ઓગસ્ટ અને 21 ઓગસ્ટથી 31 ઓગષ્ટ સુધીમાં ડીઝલ વપરાશની સામે આશરે 40.000 કિ.મીનો ગોટાળો નોંધાયો હોવાની માહિતી મળી હતી. પરંતુ સી.સી ગાડી ના કિ.મી બતાવી સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. પરંતુ સી.સીમાં વડાપ્રધાનના પ્રોગ્રામમાં તારીખ 26 અને 27 ઓગસ્ટના રોજ કચ્છમાં મોકલવામાં આવી હતી. ડીઝલમાં થયેલ ગોટાળા બાબતે ડેપો મેનેજર વિરમગામ અને વિભાગીય નિયામક અમદાવાદને માહિતગાર કરતા તેમણે પણ વાતને વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર બાબતે લેખિત રજુઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...