તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ગોવાળવાસમાં વરલી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

વિરમગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિરમગામ ટાઉન પોલીસે 11 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

વિરમગામ ટાઉન પોલીસે બાતમીના આધારે ગોવાળવાસમાં વર્લી મટકાનો જુગાર રમી રમાડતા શખ્સને રૂ.11021/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો.

અમદાવાદ પોલીસ મહાનિરીક્ષક વી.ચંદ્રશેખર, પોલીસ અધિક્ષક વિરેન્દ્રસિંહ યાદવની સૂચના મુજબ તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક ડો.લવીના સિંન્હા નાસીધા માર્ગદર્શન હેઠળ વિરમગામ ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી-જુગારની પ્રવુતીઓ સદંતર નેસ્તનાબુદ કરવા સારૂ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એ.વાધેલા. એ ટીમ બનાવી પ્રોહી-જુગારની પ્રવુતીઓ કરતા ઇસમો ઉપર વોચ રાખવા સુચના કરેલ જે આધારે આ.પો.કો દિગ્વીજયસિંહ દાદુભાએ બાતમી મળેલ કે, વિરમગામ કસ્ટમની ચાલી ગોળ પીઠા ખાતે રહેતો પંકજભાઇ કનુભાઇ કનોજીયા નાનો ગોવાળવાસમાં ખુલ્લી જાહેર જગ્યામા આંક ફરકનો વર્લી મટકાનો જુગાર રમી રમાડે છે. જે હકીકતની જાણ થતા રેડ કરવાનુ આયોજન કરી પો.ઇન્સ. એમ.એ.વાઘેલા, અ.હે.કોરોહીતભાઇ માધુભાઇ બ.નં-589, આ.પો.કો ઇન્દ્રજીતસિંહ જીલુભા બ.ન 154, આ.પો.કો રાજેશકુમાર માધવજીભાઇ બ.ન 396, આ.પો.કો જયદીપસિહ જવાનસિંહ બ.ન 019, આ.પો.કો દિગ્વીજયસિંહ દાદુભા નાઓ જોડાયેલા હતા.

માણસો હકીકત વાળી જગ્યાએ પંચો સાથે રેડ કરતા આધારે પંકજભાઇ કનુભાઇ કનોજીયા નાને કુલ કિમત રૂપીયા 11021/-નાં મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી ગુનો રજી.કરી કાયદેસરની કાર્ય વાહી કરી વર્લી મટકાનો ગણનાપાત્ર કેસ.વિરમગામ ટાઉન પોલીસ શોધી કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...