તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:કર્મચારીઓના હકની માંગણી માટે સરકાર સામે અવાજ બુલંદ કરશે

વિરમગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘની વિરમગામમાં કારોબારી મળી
  • બજાર સમિતિના કર્મચારીઓના સરકાર સાથે પ્રશ્નોનું નિરાકરણ ન આવતા અંગત જવાબદારી સમજી પ્રમુખ પદેથી અજીતસિંહ અટોદરિયાનું રાજીનામું

ગુજરાત રાજ્ય બજાર સમિતિ એપીએમસી કર્મચારી સંઘ, ગાંધીનગર દ્વારા વિરમગામ એપીએમસી ખાતે કારોબારી મીટીંગ 11 જુલાઈ રવિવારના રોજ યોજાઇ હતી જેમાં રાજ્ય માંથી 70 થી વધુ સભ્યો હાજર રહ્યા હતા. જેમાં કારોબારી સભા સંઘના પ્રમુખ અજીતસિંહ અટોદરિયા ના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં તમામ હોદ્દેદારો સહિત ગુજરાતમાંથી કારોબારી સભ્ય હાજર રહ્યા હતા મહામંત્રી રમેશ ભાઈ આહીર દ્વારા એજન્ડા ની કાર્યવાહી વંચાણે લેવામાં આવી હતી

જેમાં 6 મે 2020 ના રોજ આવેલા કૃષિ કાયદાના કારણે બજાર સમિતિઓની માર્કેટ ફીની આવકમાં ખૂબ મોટો ઘટાડો થયો છે ઘણી બજાર સમિતિઓની આવક શૂન્ય થઈ ગઈ છે ચાર જેટલી બજાર સમિતિઓ પાસે જમીન પણ ઉપલબ્ધ નથી આવા સંજોગોમાં કૃષિ કાયદાને કારણે 35 જેટલી બજાર સમિતિના કર્મચારીઓના છેલ્લા છ માસથી પગાર બંધ થઇ ગયેલ છે છતાં કર્મચારીઓ વગર પગારે એક એવી અપેક્ષા સાથે સેવા આપી રહ્યા છે કે સરકાર બજાર સમિતિના કર્મચારીઓની નોકરી તેમજ પગાર સુરક્ષિત કરવા યોગ્ય પગલાં લેશે સંઘના પ્રમુખ દ્વારા 25 ઓગસ્ટ 2020 ના રોજ કર્મચારીઓને સરકાર અથવા કૃષિ બજાર બોર્ડ હસ્તક સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી છે 10 માસ જેટલો સમય થયો છતાં સરકાર દ્વારા હજુ સુધી કોઈ હકારાત્મક જવાબ આપવામાં આવી નથી.

17 જેટલા કર્મચારીઓના કોરોનાના કારણે અવસાન થયા છે સરકાર પાસે બજાર સમિતિના કર્મચારીઓને કોરોના વોરિયર્સ તરીકે સમાવેશ કરવા આપણા દરખાસ્ત કરવામાં આવી જે સ્વીકારવામાં આવી નથી ત્યારે આ બાબતોને લઈને બજાર સમિતિ કર્મચારી સંઘના પ્રમુખ તરીકેની નૈતિક જવાબદારી માની કારોબારી સભામાં રાજીનામું આપવામાં આવતા મહામંત્રી રમેશભાઈ આહીર, કશ્યપભાઈ જાની સહમંત્રી વિશાલભાઈ પાચાણી સંગઠન મંત્રી ગિરીશભાઈ પટેલ સંગઠન મંત્રી કારોબારી સભ્યો અમૃતલાલ જોષી ડીસા, ગીરીશભાઈ પંડ્યા સહિત તમામ સભ્યોએ રાજીનામું ન સ્વીકારી પ્રમુખ તરીકે ચાલુ રહેવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...